पुनः किंतु सत्तायाः सकाशादन्यद्भिन्नं भवति पश्चात्सत्तासमवायात्सद्भवति । आचार्याः परिहारमाहुः —
सत्तासमवायात्पूर्वं द्रव्यं सदसद्वा, यदि सत्तदा सत्तासमवायो वृथा, पूर्वमेवास्तित्वं तिष्ठति; अथासत्तर्हि
પૃથક્ હોય તો સત્તા સિવાય પણ પોતે ટકતું ( – હયાત રહેતું) થકું, ૧એટલું જ માત્ર જેનું
પ્રયોજન છે એવી સત્તાને જ અસ્ત કરે.
પરંતુ જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય તો — (૧) ધ્રૌવ્યના સદ્ભાવને લીધે પોતેટકતું થકું, દ્રવ્ય ઉદિત થાય છે (અર્થાત્ સિદ્ધ થાય છે); અને (૨) સત્તાથી અપૃથક્ રહીનેપોતે ટકતું ( – હયાત રહેતું) થકું, એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને ઉદિત કરેછે (અર્થાત્ સિદ્ધ કરે છે).
માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા) છે એમ સ્વીકારવું, કારણ કે ભાવ અને૨ભાવવાનનું અપૃથક્પણા વડે અનન્યપણું છે. ૧૦૫.૧. સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત
રહે – ટકે, તો પછી સત્તાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત્ સત્તાના અભાવનો પ્રસંગ આવે છે.૨. ભાવવાન = ભાવવાળું. [દ્રવ્ય ભાવવાળું છે અને સત્તા તેનો ભાવ છે. તેઓ અપૃથક્ છે ( – પૃથક્
નથી) તે અપેક્ષાએ અનન્ય છે ( – અન્ય નથી). પૃથક્ત્વ અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે
તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા) અર્થો હવેની ગાથામાં કહેશે તે અર્થો અહીં લાગુ ન પાડવા. અહીં તો અનન્યપણાને અપૃથક્પણાના અર્થમાં જ સમજવું.]