ग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवति, न खलु तदखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति, यच्च किलाखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति, न खलु स एकचक्षुरिन्द्रियविषयमापद्यमानः समस्तेतरेन्द्रियग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवतीति तयोस्तद्भावस्याभावः । तथा या
જ વસ્ત્રના – ગુણીના – છે તેથી તેમને પ્રદેશવિભાગ (પ્રદેશભેદ) નથી, તેમ જે સત્તાના –
ગુણના – પ્રદેશો છે તે જ દ્રવ્યના – ગુણીના – છે તેથી તેમને પ્રદેશવિભાગ નથી.
આમ હોવા છતાં તેમને ( – સત્તા અને દ્રવ્યને) અન્યત્વ છે, કારણ કે (તેમને)અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. ૧અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે. તે તો સત્તા અનેદ્રવ્યને છે જ, કારણ કે ગુણ અને ગુણીને ૨તદ્ભાવનો અભાવ હોય છે — શુક્લત્વ અનેવસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેવી રીતે એક ચક્ષુ -ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ છે તે સમસ્તઇન્દ્રિય- સમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્તઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર છે તે એક ચક્ષુ -ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો શુક્લત્વગુણ નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે; તેવી રીતે ૩કોઈના૧. અતદ્ભાવ = (કથંચિત્) ‘તે’ નહિ હોવું તે; (કથંચિત્) તે -પણે નહિ હોવું તે; (કથંચિત્)
અતત્પણું. [દ્રવ્ય (કથંચિત્) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત્) દ્રવ્યપણે નથી માટે તેમને
અતદ્ભાવ છે.]
૨. તદ્ભાવ = ‘તે’ હોવું તે; તે -પણે હોવું તે; તે -પણું; તત્પણું. ૩. સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઈનો આશ્રય નથી. [જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં
સત્તા રહેતી નથી (કારણ કે વાસણને અને ઘીને તો પ્રદેશભેદ છે); પરંતુ જેમ કેરીમાં વર્ણ, ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે.]