Pravachansar (Gujarati). Gatha: 107.

< Previous Page   Next Page >


Page 207 of 513
PDF/HTML Page 238 of 544

 

background image
सर्वथैकत्वं न शङ्कनीयं; तद्भावो ह्येकत्वस्य लक्षणम् यत्तु न तद्भवद्विभाव्यते तत्कथमेकं
स्यात अपि तु गुणगुणिरूपेणानेकमेवेत्यर्थः ।।१०६।।
अथातद्भावमुदाहृत्य प्रथयति
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो
जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो ।।१०७।।
કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘તે’-પણે જણાતું નથી તે (સર્વથા) એક કેમ
હોય? નથી જ; પરંતુ ગુણ -ગુણીરૂપે અનેક જ છે એમ અર્થ છે.
ભાવાર્થઃભિન્નપ્રદેશત્વ તે પૃથક્પણાનું લક્ષણ છે અને અતદ્ભાવ તે અન્ય-
પણાનું લક્ષણ છે. દ્રવ્યને અન ગુણને પૃથક્પણું નથી છતાં અન્યપણું છે.
પ્રશ્નઃજેઓ અપૃથક્ હોય તેમનામાં અન્યપણું કેમ હોઇ શકે?
ઉત્તરઃવસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્રના
અને તેના સફેદપણાના પ્રદેશો જુદા નથી તેથી તેમને પૃથક્પણું તો નથી. આમ હોવા છતાં
સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું
નથી, અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત
્) વસ્ત્ર તે સફેદપણું નથી
અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ,
નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ; પણ એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને
સફેદપણાને અપૃથક્પણું હોવા છતાં અન્યપણું છે એમ સિદ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથક્ત્વ હોવા છતાં અન્યત્વ છે; કારણ
કે દ્રવ્યના અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞાસંખ્યા
લક્ષણાદિ ભેદ હોવાથી (કથંચિત) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.
હવે અતદ્ભાવને ઉદાહરણપૂર્વક વિસ્તારે છેઃ
‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય,’ ‘સત્ ગુણ’સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે -પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે.૧૦૭.
सर्वद्रव्याणां स्वकीयस्वकीयस्वरूपास्तित्वगुणेन सह ज्ञातव्यमित्यर्थः ।।१०६।। अथातद्भावं विशेषेण
विस्तार्य कथयतिसद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो सद्द्रव्यं संश्च गुणः संश्चैव
पर्याय इति सत्तागुणस्य द्रव्यगुणपर्यायेषु विस्तारः तथाहियथा मुक्ताफलहारे सत्तागुण-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૦૭