सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमित्यर्थः ।।११४।। एवं सदुत्पादासदुत्पादकथनेन प्रथमा, सदुत्पाद- विशेषविवरणरूपेण द्वितीया, तथैवासदुत्पादविशेषविवरणरूपेण तृतीया, द्रव्यपर्याययोरेकत्वानेकत्व- प्रतिपादनेन चतुर्थीति सदुत्पादासदुत्पादव्याख्यानमुख्यतया गाथाचतुष्टयेन सप्तमस्थलं गतम् । अथ समस्तदुर्नयैकान्तरूपविवादनिषेधिकां नयसप्तभङ्गीं विस्तारयति — अत्थि त्ति य स्यादस्त्येव । स्यादिति
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન ( – સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
ભાવાર્થઃ — દરેક દ્રવ્ય સામાન્ય -વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમકે, મરીચિ અને શ્રી મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય – અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય -અન્ય બન્ને ભાસે છે. ૧૧૪.