अस्तीति च नास्तीति च भवत्यवक्तव्यमिति पुनर्द्रव्यम् ।
पर्यायेण तु केनचित् तदुभयमादिष्टमन्यद्वा ।।११५।।
स्यादस्त्येव १, स्यान्नास्त्येव २, स्यादवक्तव्यमेव ३, स्यादस्तिनास्त्येव ४, स्याद-
स्त्यवक्तव्यमेव ५, स्यान्नास्त्यवक्तव्यमेव ६, स्यादस्तिनास्त्यवक्तव्यमेव ७, स्वरूपेण १,
पररूपेण २, स्वपररूपयौगपद्येन ३, स्वपररूपक्र मेण ४, स्वरूपस्वपररूपयौगपद्याभ्यां ५,
पररूपस्वपररूपयौगपद्याभ्यां ६, स्वरूपपररूपस्वपररूपयौगपद्यैः ७, आदिश्यमानस्य स्वरूपेण
અન્વયાર્થઃ — [द्रव्यं] દ્રવ્ય [अस्ति इति च] કોઈ પર્યાયથી ‘અસ્તિ’, [नास्ति इति
च] કોઈ પર્યાયથી ‘નાસ્તિ’ [पुनः] અને [अवक्तव्यम् इति भवति] કોઈ પર્યાયથી ‘અવક્તવ્ય’
છે; [केनचित् पर्यायेण तु तदुभयं] વળી કોઈ પર્યાયથી ‘અસ્તિ -નાસ્તિ’ [वा] અથવા [अन्यत्
आदिष्टम् ] કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે.
ટીકાઃ — દ્રવ્ય (૧) *‘સ્યાત્ અસ્તિ જ’ છે, સ્વરૂપની અપેક્ષાએ; (૨) ‘સ્યાત્
નાસ્તિ જ’ છે, પરરૂપની અપેક્ષાએ; (૩) ‘સ્યાત્ +અવક્તવ્ય જ’ છે, સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણાની અપેક્ષાએ; (૪) ‘સ્યાત્ અસ્તિ -નાસ્તિ જ’ છે, સ્વરૂપ -પરરૂપના ક્રમની
અપેક્ષાએ; (૫) ‘સ્યાત્ અસ્તિ -અવક્તવ્ય જ’ છે, સ્વરૂપની અને સ્વરૂપ -પરરૂપના
યુગપદ્પણાની અપેક્ષાએ; (૬) ‘સ્યાત્ નાસ્તિ -અવક્તવ્ય જ’ છે, પરરૂપની અને સ્વરૂપ-
પરરૂપના યુગપદ્પણાની અપેક્ષાએ; (૭) ‘સ્યાત્ અસ્તિ -નાસ્તિ -અવક્તવ્ય જ’ છે,
સ્વરૂપની, પરરૂપની અને સ્વરૂપ -પરરૂપના યુગપદ્પણાની અપેક્ષાએ.
कोऽर्थः । कथंचित् । कथंचित्कोऽर्थः । विवक्षितप्रकारेण स्वद्रव्यादिचतुष्टयेन । तच्चतुष्टयं शुद्ध-
जीवविषये कथ्यते । शुद्धगुणपर्यायाधारभूतं शुद्धात्मद्रव्यं द्रव्यं भण्यते, लोकाकाशप्रमिताः
शुद्धासंख्येयप्रदेशाः क्षेत्रं भण्यते, वर्तमानशुद्धपर्यायरूपपरिणतो वर्तमानसमयः कालो भण्यते,
शुद्धचैतन्यं भावश्चेत्युक्तलक्षणद्रव्यादिचतुष्टय इति प्रथमभङ्गः १ । णत्थि त्ति य स्यान्नास्त्येव । स्यादिति
*સ્યાત્ = કથંચિત્; કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (દરેક દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ — સ્વદ્રવ્ય,
સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ — ‘અસ્તિ’ છે. શુદ્ધ જીવનું સ્વચતુષ્ટય આ
પ્રમાણે છેઃ શુદ્ધ ગુણ -પર્યાયોના આધારભૂત શુદ્ધાત્મદ્રવ્ય તે દ્રવ્ય છે; લોકાકાશપ્રમાણ શુદ્ધ
અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે; શુદ્ધપર્યાયરૂપે પરિણત વર્તમાન સમય તે કાળ છે; અને શુદ્ધ ચૈતન્ય
તે ભાવ છે.)
+અવક્તવ્ય = કહી શકાય નહિ એવું. (એકીસાથે સ્વરૂપ તેમ જ પરરૂપની અપેક્ષાએ દ્રવ્ય કથનમાં
આવી શકતું નથી તેથી ‘અવક્તવ્ય’ છે.)
૨૨૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-