દ્રવ્યનું કથન કરવામાં આવતાં, (૧) જે સ્વરૂપે ‘સત્’ છે, (૨) જે પરરૂપે‘અસત્’ છે, (૩) જે સ્વરૂપે અને પરરૂપે યુગપદ્ ‘કથાવું અશક્ય’ છે, (૪) જે સ્વરૂપેઅને પરરૂપે ક્રમથી ‘સત્ અને અસત્’ છે, (૫) જે સ્વરૂપે અને સ્વરૂપ -પરરૂપનાયુગપદ્પણે ‘સત્ અને કથાવું અશક્ય’ છે, (૬) જે પરરૂપે અને સ્વરૂપ -પરરૂપનાયુગપદ્પણે ‘અસત્ અને કથાવું અશક્ય’ છે તથા (૭) જે સ્વરૂપે, પરરૂપે અને સ્વરૂપ-પરરૂપના યુગપદ્પણે ‘સત્, અસત્ અને કથાવું અશક્ય’ છે — એવું જે અનંત ધર્મોવાળુંદ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને *વિવક્ષિત -અવિવક્ષિતના વિધિનિષેધ વડે પ્રગટ*વિવક્ષિત (કહેવા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે.