अमी मनुष्यादयः पर्याया नामकर्मनिर्वृत्ताः सन्ति तावत् । न पुनरेतावतापि तत्र
जीवस्य स्वभावाभिभवोऽस्ति, यथा कनकबद्धमाणिक्यकङ्कणेषु माणिक्यस्य । यत्तत्र नैव जीवः
स्वभावमुपलभते तत् स्वकर्मपरिणमनात्, पयःपूरवत् । यथा खलु पयःपूरः प्रदेशस्वादाभ्यां
पिचुमन्दचन्दनादिवनराजीं परिणमन्न द्रवत्वस्वादुत्वस्वभावमुपलभते, तथात्मापि प्रदेशभावाभ्यां
कर्मपरिणमनान्नामूर्तत्वनिरुपरागविशुद्धिमत्त्वस्वभावमुपलभते ।।११८।।
लब्धस्वभावा न भवन्ति, तेन कारणेन स्वभावाभिभवो भण्यते, न च जीवाभावः । कथंभूताः सन्तो
लब्धस्वभावा न भवन्ति । परिणममाणा सकम्माणि स्वकीयोदयागतकर्माणि सुखदुःखरूपेण परिणममाना
इति । अयमत्रार्थः — यथा वृक्षसेचनविषये जलप्रवाहश्चन्दनादिवनराजिरूपेण परिणतः सन्स्वकीय-
ટીકાઃ — પ્રથમ તો, આ મનુષ્યાદિ પર્યાયો નામકર્મથી નિષ્પન્ન છે. પરંતુ
આટલાથી પણ ત્યાં જીવને સ્વભાવનો પરાભવ નથી, જેમ કનકબદ્ધ ( – સુવર્ણમાં જડેલા)
માણેકવાળાં કંકણોમાં માણેકના સ્વભાવનો પરાભવ નથી તેમ. જે ત્યાં જીવ સ્વભાવને
ઉપલબ્ધ કરતો – અનુભવતો નથી, તે સ્વકર્મરૂપે પરિણમવાને લીધે છે; પાણીના પૂરની માફક.
જેમ પાણીનું પૂર પ્રદેશથી અને સ્વાદથી નિંબ -ચંદનાદિ વનરાજિરૂપે (લીમડો, ચંદન વગેરે
વૃક્ષોની લાંબી હારરૂપે) પરિણમતું થકું (પોતાના) ૧દ્રવત્વ અને ૨સ્વાદુત્વરૂપ સ્વભાવને
ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મરૂપે પરિણમવાને લીધે
(પોતાના) અમૂર્તત્વ અને ૩નિરુપરાગવિશુદ્ધિમત્ત્વરૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી.
ભાવાર્થઃ — મનુષ્યાદિપર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત
કરતું નથી; પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે તેથી તેને
પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જેમ પાણીનું પૂર પ્રદેશની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું
થકું પોતાના પ્રવાહીપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું – અનુભવતું નથી અને સ્વાદની
અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થકું પોતાના સ્વાદિષ્ઠપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી,
તેમ આત્મા પણ પ્રદેશની અપેક્ષાએ સ્વકર્મ અનુસાર પરિણમતો થકો પોતાના
અમૂર્તપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી અને ભાવની અપેક્ષાએ સ્વકર્મરૂપે પરિણમતો
થકો ઉપરાગ વિનાની વિશુદ્ધિવાળાપણારૂપ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આથી
એમ નિર્ધાર થાય છે કે મનુષ્યાદિપર્યાયોમાં જીવોને પોતાના જ દોષથી પોતાના સ્વભાવની
૧. દ્રવત્વ = પ્રવાહીપણું
૨. સ્વાદુત્વ = સ્વાદિષ્ઠપણું
૩. નિરુપરાગ-વિશુદ્ધિમત્ત્વ = ઉપરાગ (-મલિનતા, વિકાર) વિનાની વિશુદ્ધિવાળાપણું. [અરૂપીપણું અને
નિર્વિકાર -વિશુદ્ધિવાળાપણું આત્માનો સ્વભાવ છે.]
૨૩૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-