નથી; અને, પરમાણુની માફક (અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમનાર પરમાણુ પર સાથે
સંગ પામતો નથી તેમ), એકત્વને ભાવનાર પુરુષ પર સાથે ૧સંપૃક્ત થતો નથી; તેથી
પરદ્રવ્ય સાથે અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને ૨આત્માપણે ભાવતો થકો તે પુરુષ પર્યાયોથી સંકીર્ણ ( – ખંડિત) થતો નથી; અને
તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે સુવિશુદ્ધ હોય છે. ૧૨૬.
[હવે શ્લોક દ્વારા આ જ આશયને વ્યક્ત કરતાં શુદ્ધનયનો મહિમા કરવામાં આવે છેઃ] [અર્થઃ — ] જેણે અન્ય દ્રવ્યથી ભિન્નતા દ્વારા આત્માને એક બાજુ ખસેડ્યો છે(અર્થાત્ પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે) તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યનીઅંદર મગ્ન કર્યો છે (અર્થાત્ સમસ્ત પર્યાયોને દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે) — એવો જે આ, ઉદ્ધત મોહની લક્ષ્મીને ( – ૠદ્ધિને, શોભાને) લૂંટી લેનારો શુદ્ધનય, તેણેઉત્કટ વિવેક વડે તત્ત્વને (આત્મસ્વરૂપને) ૩વિવિક્ત કર્યું છે.
[હવે શુદ્ધનય વડે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોક દ્વારાકરી, દ્રવ્યસામાન્યના વર્ણનની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ]+વસંતતિલકા છંદ૧. સંપૃક્ત = સંપર્કવાળો; સંબંધવાળો; સંગવાળો. ૨. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે — અનુભવે છે.૩. વિવિક્ત = શુદ્ધ; એકલું; અલગ.