प्रसिद्धपौद्गलिककर्मबन्धनोपाधिसन्निधिध्वंसविस्फु रितसुविशुद्धसहजात्मवृत्तिर्जपापुष्पसंनिधिध्वंस-
विस्फु रितसुविशुद्धसहजात्मवृत्तिः स्फ टिकमणिरिव विश्रान्तपरारोपितविकारोऽहमेकान्तेनास्मि
मुमुक्षुः । इदानीमपि न नाम मम कोऽप्यस्ति । इदानीमप्यहमेक एव सुविशुद्धचित्स्वभावेन
स्वतन्त्रः कर्तास्मि; अहमेक एव च सुविशुद्धचित्स्वभावेन साधकतमः करणमस्मि; अहमेक
एव च सुविशुद्धचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मास्मि; अहमेक एव च सुविशुद्ध-
चित्परिणमनस्वभावस्य निष्पाद्यमनाकुलत्वलक्षणं सौख्याख्यं कर्मफलमस्मि । एवमस्य
बन्धपद्धतौ मोक्षपद्धतौ चात्मानमेकमेव भावयतः परमाणोरिवैकत्वभावनोन्मुखस्य
नैवान्यं रागादिपरिणामं यदि चेत्, अप्पाणं लहदि सुद्धं तदात्मानं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितत्वेन शुद्धं
शुद्धबुद्धैकस्वभावं लभते प्राप्नोति इत्यभिप्रायो भगवतां श्रीकुन्दकुन्दाचार्यदेवानाम् ।।१२६।। एवमेक-
હવે વળી, અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાના નાશથી
જેને સુવિશુદ્ધ સહજ ( – સ્વાભાવિક) સ્વપરિણતિ પ્રગટ થઈ છે એવો હું — જાસુદપુષ્પની
નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઈ હોય એવા સ્ફટિકમણિની
માફક — પર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે એવો હોવાથી ૧એકાંતે મુમુક્ષુ
છું; હમણાં પણ ( – મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ નથી.
હમણાં પણ હું એકલો જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ
વડે સ્વતંત્ર છું (અર્થાત્ સ્વાધીનપણે કરું છું); હું એકલો જ કરણ છું, કારણ કે હું એકલો
જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ છું; હું એકલો જ કર્મ છું, કારણ કે હું
એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય છું; અને હું
એકલો જ અનાકુળતાલક્ષણવાળું, ‘સુખ’ નામનું કર્મફળ છું — કે જે (ફળ) ૨સુવિશુદ્ધ
ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવે છે.’’
— આ રીતે બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ
૩ભાવનાર આ પુરુષ પરમાણુની માફક એકત્વભાવનામાં ઉન્મુખ હોવાથી (અર્થાત્
એકત્વને ભાવવામાં તત્પર – લાગેલો – હોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી
૧. એકાંતે મુમુક્ષુ = કેવળ મોક્ષાર્થી; સર્વથા મોક્ષેચ્છુ.
૨. સુવિશુદ્ધચૈતન્યપરિણમનસ્વભાવ આત્માનું કર્મ છે અને તે કર્મ અનાકુળતાસ્વરૂપ સુખને નિપજાવે
છે માટે સુખ તે કર્મફળ છે. સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કર્મફળ છે.
૩. ભાવવું = અનુભવવું; સમજવું; ચિંતવવું. [‘કોઈ જીવને — અજ્ઞાનીને કે જ્ઞાનીને — પર સાથે સંબંધ નથી.
બંધમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી બાંધતો હતો અને પોતાને (અર્થાત્ પોતાના દુઃખપર્યાયરૂપ
ફળને) ભોગવતો હતો. હવે મોક્ષમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી મુક્ત કરે છે અને પોતાને
(અર્થાત્ પોતાના સુખપર્યાયરૂપ ફળને) ભોગવે છે.’ — આવા એકત્વને સમ્યગ્દ્રષ્ટિ જીવ ભાવે છે –
અનુભવે છે – સમજે છે – ચિંતવે છે. મિથ્યાદ્રષ્ટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૪૯
પ્ર. ૩૨