विकारोऽहमासं संसारी, तदापि न नाम मम कोऽप्यासीत् । तदाप्यहमेक एवोपरक्तचित्स्वभावेन
रूपमहमेक एव फलं चास्मि । णिच्छिदो एवमुक्तप्रकारेण निश्चितमतिः सन् समणो सुखदुःख-
‘‘જ્યારે અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાથી ઉત્પન્ન થયેલા ૧ઉપરાગ વડે જેની સ્વપરિણતિ ૨રંજિત હતી એવો હું — જાસુદપુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ (-લાલાશ) વડે જેની સ્વપરિણતિ રંજિત (-રંગાયેલી) હોય એવા સ્ફટિકમણિની માફક — પર વડે ૩આરોપાયેલા વિકારવાળો હોવાથી, સંસારી હતો, ત્યારે પણ (અજ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ (સંબંધી) નહોતું. ત્યારે પણ હું એકલો જ ૪કર્તા હતો, કારણ કે હું એકલો જ ૫ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો); હું એકલો જ કરણ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ ( – ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય ( – પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું, ‘દુઃખ’ નામનું કર્મફળ હતો — કે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવતું હતું. ૧. ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ;
ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા. ૨. રંજિત = વિકૃત; મલિન. ૩. આરોપાયેલા = (નવા અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલા. [વિકારો સ્વભાવભૂત નહોતા પણ ઉપાધિના
નિમિત્તે ઔપાધિકરૂપે (નવા) થયેલા હતા.] ૪. કર્તા, કરણ અને કર્મના અર્થો માટે ૧૬મી ગાથાનો ભાવાર્થ જુઓ. ૫. ઉપરક્ત = વિકૃત; મલિન.