‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની.૧૨૬.
અન્વયાર્થઃ — [यदि] જો [श्रमणः] શ્રમણ [कर्ता करणं कर्म कर्मफलं च आत्मा]
‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે’ [इति निश्चितः] એવા નિશ્ચયવાળો થયો થકો
[अन्यत्] અન્યરૂપે [न एव परिणमति] ન જ પરિણમે, [शुद्धम् आत्मानं] તો તે શુદ્ધ આત્માને
[लभते] ઉપલબ્ધ કરે છે.
ટીકાઃ — જે પુરુષ એ રીતે ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે’ એમ
૧નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી, તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને
અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ
કરે છે; પરંતુ અન્ય કોઈ (પુરુષ) એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.
તે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છેઃ —
भवतीति तमभिनन्दन् द्रव्यसामान्यवर्णनामुपसंहरति —
कत्ता करणं कम्मं फलं च अप्प त्ति णिच्छिदो समणो ।
परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ।।१२६।।
कर्ता करणं कर्म कर्मफलं चात्मेति निश्चितः श्रमणः ।
परिणमति नैवान्यद्यदि आत्मानं लभते शुद्धम् ।।१२६।।
यो हि नामैवं कर्तारं करणं कर्म कर्मफलं चात्मानमेव निश्चित्य न खलु परद्रव्यं
परिणमति स एव विश्रान्तपरद्रव्यसंपर्कं द्रव्यान्तःप्रलीनपर्यायं च शुद्धमात्मानमुपलभते, न
कत्ता स्वतन्त्रः स्वाधीनः कर्ता साधको निष्पादकोऽस्मि भवामि । स कः । अप्प त्ति आत्मेति । आत्मेति
कोऽर्थः । अहमिति । कथंभूतः । एकः । कस्याः साधकः । निर्मलात्मानुभूतेः । किंविशिष्टः । निर्विकार-
परमचैतन्यपरिणामेन परिणतः सन् । करणं अतिशयेन साधकं साधक तमं क रणमुपक रणं
क रणकारक महमेक एवास्मि भवामि । क स्याः साधकम् । सहजशुद्धपरमात्मानुभूतेः । केन कृत्वा ।
૧. ‘કર્તા, કરણ વગેરે આત્મા જ છે’ એવો નિશ્ચય થતાં બે વાત નક્કી થઈ જાય છેઃ એક વાત
તો એ કે ‘કર્તા, કરણ વગેરે આત્મા જ છે, પુદ્ગલાદિ નથી અર્થાત્ આત્માને પરદ્રવ્ય સાથે
સંબંધ નથી’; બીજી વાત એ નક્કી થાય છે કે અભેદદ્રષ્ટિમાં કર્તા, કરણ વગેરે ભેદો નથી, એ
બધુંય એક આત્મા જ છે અર્થાત્ પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા છે.’
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૪૭