आत्मा हि तावत्परिणामात्मैव, परिणामः स्वयमात्मेति स्वयमुक्तत्वात् । परिणामस्तु
चेतनात्मकत्वेन ज्ञानं कर्म कर्मफलं वा भवितुं शीलः, तन्मयत्वाच्चेतनायाः । ततो ज्ञानं कर्म
कर्मफलं चात्मैव । एवं हि शुद्धद्रव्यनिरूपणायां परद्रव्यसंपर्कासंभवात्पर्यायाणां द्रव्यान्तः-
प्रलयाच्च शुद्धद्रव्य एवात्मावतिष्ठते ।।१२५।।
अथैवमात्मनो ज्ञेयतामापन्नस्य शुद्धत्वनिश्चयात् ज्ञानतत्त्वसिद्धौ शुद्धात्मतत्त्वोपलम्भो
व्यम् ।।१२४।। अथ ज्ञानकर्मकर्मफलान्यभेदनयेनात्मैव भवतीति प्रज्ञापयति — अप्पा परिणामप्पा आत्मा
भवति । कथंभूतः । परिणामात्मा परिणामस्वभावः । कस्मादिति चेत् ‘परिणामो सयमादा’ इति पूर्वं
स्वयमेव भणितत्वात् । परिणामः कथ्यते — परिणामो णाणकम्मफलभावी परिणामो भवति । किंविशिष्टः ।
ज्ञानकर्मकर्मफलभावी; ज्ञानकर्मकर्मफलरूपेण भवितुं शील इत्यर्थः । तम्हा यस्मादेवं तस्मात्कारणात् ।
णाणं पूर्वसूत्रोक्ता ज्ञानचेतना । कम्मं तत्रैवौक्तलक्षणा कर्मचेतना । फलं च पूर्वोक्तलक्षणफलचेतना च ।
आदा मुणेदव्वो इयं चेतना त्रिविधाप्यभेदनयेनात्मैव मन्तव्यो ज्ञातव्य इति । एतावता किमुक्तं भवति ।
त्रिविधचेतनापरिणामेन परिणामी सन्नात्मा किं करोति । निश्चयरत्नत्रयात्मकशुद्धपरिणामेन मोक्षं
साधयति, शुभाशुभाभ्यां पुनर्बन्धमिति ।।१२५।। एवं त्रिविधचेतनाकथनमुख्यतया गाथात्रयेण चतुर्थ-
स्थलं गतम् । अथ सामान्यज्ञेयाधिकारसमाप्तौ पूर्वोक्तभेदभावनायाः शुद्धात्मप्राप्तिरूपं फलं दर्शयति —
ટીકાઃ — પ્રથમ તો આત્મા ખરેખર પરિણામસ્વરૂપ જ છે, કારણ કે ‘પરિણામ
પોતે આત્મા છે’ એમ (૧૨૨મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે) પોતે કહ્યું છે; અને
પરિણામ ચેતનાસ્વરૂપ હોવાથી જ્ઞાન, કર્મ અથવા કર્મફળરૂપે થવાના સ્વભાવવાળો છે,
કારણ કે ચેતના તે -મય હોય છે (અર્થાત્ ચેતના જ્ઞાનમય, કર્મમય અથવા કર્મફળમય હોય
છે). માટે જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા જ છે.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યના નિરૂપણમાં પરદ્રવ્યના ૧સંપર્કનો અસંભવ હોવાથી અને
પર્યાયો દ્રવ્યની અંદર ૨પ્રલીન થઈ જતા હોવાથી આત્મા શુદ્ધદ્રવ્ય જ રહે છે. ૧૨૫.
હવે, એ રીતે ૩જ્ઞેયપણાને પામેલા આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા જ્ઞાનતત્ત્વની
સિદ્ધિ થતાં શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ( – અનુભવ, પ્રાપ્તિ) થાય છે એમ તેને અભિનંદતા
થકા (અર્થાત્ આત્માની શુદ્ધતાના નિર્ણયને પ્રશંસતા થકા — ધન્યવાદ દેતા થકા), દ્રવ્ય-
સામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છેઃ —
૧. સંપર્ક = સંબંધ; સંગ.
૨. પ્રલીન થઈ જવું = અત્યંત લીન થઇ જવું; મગ્ન થઇ જવું; અલોપ થઇ જવું; અદ્રશ્ય થઈ જવું.
૩. જ્ઞેયપણાને પામેલો = જ્ઞેય બનેલો; જ્ઞેયભૂત. (આત્મા જ્ઞાનરૂપ પણ છે, જ્ઞેયરૂપ પણ છે. આ
જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપન અધિકારને વિષે અહીં દ્રવ્યસામાન્યનું નિરૂપણ ચાલે છે, તેમાં આત્મા જ્ઞેયભૂતપણે
સમાવેશ પામ્યો છે.)
૨૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-