Pravachansar (Gujarati). Gatha: 125.

< Previous Page   Next Page >


Page 245 of 513
PDF/HTML Page 276 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૪૫
अथ ज्ञानकर्मकर्मफलान्यात्मत्वेन निश्चिनोति
अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी
तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदव्वो ।।१२५।।
आत्मा परिणामात्मा परिणामो ज्ञानकर्मफलभावी
तस्मात् ज्ञानं कर्म फलं चात्मा ज्ञातव्यः ।।१२५।।

भण्यते सैव कर्मचेतनेति तमणेगविधं भणिदं तच्च कर्म शुभाशुभशुद्धोपयोगभेदेनानेकविधं त्रिविधं भणितम् इदानीं फलचेतना कथ्यतेफलं ति सोक्खं व दुक्खं वा फलमिति सुखं वा दुःखं वा विषयानुरागरूपं यदशुभोपयोगलक्षणं कर्म तस्य फलमाकुलत्वोत्पादकं नारकादिदुःखं, यच्च धर्मानु- रागरूपं शुभोपयोगलक्षणं कर्म तस्य फलं चक्रवर्त्यादिपञ्चेन्द्रियभोगानुभवरूपं, तच्चाशुद्धनिश्चयेन सुखमप्याकुलोत्पादकत्वात् शुद्धनिश्चयेन दुःखमेव यच्च रागादिविकल्परहितशुद्धोपयोगपरिणतिरूपं कर्म तस्य फलमनाकुलत्वोत्पादकं परमानन्दैकरूपसुखामृतमिति एवं ज्ञानकर्मकर्मफलचेतनास्वरूपं ज्ञात-

ભાવાર્થઃજેમાં સ્વ તે સ્વ -રૂપે અને પર તે પર -રૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકીસાથે પ્રતિભાસે તે જ્ઞાન છે.

જીવથી કરાતો ભાવ તે (જીવનું) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) નિરુપાધિક (સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ.

આ કર્મ વડે નીપજતું સુખ અથવા દુઃખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ તો અનાકુળતા જેનું લક્ષણ છે એવું સ્વભાવભૂત સુખ છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાવાને લીધે જે ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ વિકારભૂત દુઃખ છે કારણ કે તેમાં અનાકુળતા નથી પણ આકુળતા છે.

આ રીતે જ્ઞાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. ૧૨૪.
હવે જ્ઞાન, કર્મ અને કર્મફળને આત્માપણે નક્કી કરે છેઃ
પરિણામ -આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે.૧૨૫.

અન્વયાર્થઃ[आत्मा परिणामात्मा] આત્મા પરિણામાત્મક છે; [परिणामः] પરિણામ [ज्ञानकर्मफलभावी] જ્ઞાનરૂપ, કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. [तस्मात्] તેથી [ज्ञानं कर्म फलं च] જ્ઞાન, કર્મ અને કર્મફળ [आत्मा ज्ञातव्यः] આત્મા છે એમ જાણવું.