अर्थविकल्पस्तावत् ज्ञानम् । तत्र कः खल्वर्थः । स्वपरविभागेनावस्थितं विश्वम् । विकल्पस्तदाकारावभासनम् । यस्तु मुकुरुन्दहृदयाभोग इव युगपदवभासमानस्वपराकारोऽर्थ- विकल्पस्तद् ज्ञानम् । क्रियमाणमात्मना कर्म, क्रियमाणः खल्वात्मना प्रतिक्षणं तेन तेन भावेन भवता यः तद्भावः स एव कर्मात्मना प्राप्यत्वात् । तत्त्वेकविधमपि द्रव्यकर्मोपाधिसन्निधि- सद्भावासद्भावाभ्यामनेकविधम् । तस्य कर्मणो यन्निष्पाद्यं सुखदुःखं तत्कर्मफलम् । तत्र द्रव्यकर्मोपाधिसान्निध्यासद्भावात्कर्म तस्य फलमनाकुलत्वलक्षणं प्रकृतिभूतं सौख्यं, यत्तु द्रव्यकर्मोपाधिसान्निध्यसद्भावात्कर्म तस्य फलं सौख्यलक्षणाभावाद्विकृतिभूतं दुःखम् । एवं ज्ञानकर्मकर्मफलस्वरूपनिश्चयः ।।१२४।। परिच्छित्तिसमर्थो विकल्पः विकल्पलक्षणमुच्यते । स एव ज्ञानं ज्ञानचेतनेति । कम्मं जीवेण जं समारद्धं कर्म जीवेन यत्समारब्धम् । बुद्धिपूर्वकमनोवचनकायव्यापाररूपेण जीवेन यत्सम्यक्कर्तृमारब्धं तत्कर्म
ટીકાઃ — પ્રથમ તો, અર્થવિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં, અર્થ એટલે શું? સ્વ -પરના વિભાગપૂર્વક રહેલું *વિશ્વ તે અર્થ. તેના આકારોનું ૧અવભાસન તે વિકલ્પ. અને દર્પણના નિજ વિસ્તારની માફક (અર્થાત્ જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકીસાથે પ્રકાશે છે તેમ) જેમાં યુગપદ્ સ્વ -પર આકારો અવભાસે છે એવો જે અર્થવિકલ્પ તે જ્ઞાન.
આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. પ્રતિક્ષણ (ક્ષણે ક્ષણે) તે તે ભાવે ભવતા – થતા – પરિણમતા આત્મા વડે ખરેખર કરાતો એવો જે તેનો ભાવ તે જ, આત્મા વડે ૨પ્રાપ્ય હોવાથી, કર્મ છે. અને તે (કર્મ) એક પ્રકારનું હોવા છતાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતાના સદ્ભાવ અને અસદ્ભાવને કારણે અનેક પ્રકારનું છે.
તે કર્મ વડે નિપજાવવામાં આવતાં જે સુખ -દુઃખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતાના અસદ્ભાવને કારણે જે કર્મ હોય છે, તેનું ફળ અનાકુલત્વલક્ષણ ૩પ્રકૃતિભૂત સૌખ્ય છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતાના સદ્ભાવને કારણે જે કર્મ હોય છે, તેનું ફળ ૪વિકૃતિભૂત દુઃખ છે કેમ કે ત્યાં સૌખ્યના લક્ષણનો અભાવ છે.
આ પ્રમાણે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ નક્કી થયું. *વિશ્વ = સમસ્ત પદાર્થો — દ્રવ્યગુણપર્યાયો. (પદાર્થોમાં સ્વ ને પર એવા બે વિભાગ છે. જે જાણનાર
આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે.) ૧. અવભાસન = અવભાસવું તે; પ્રકાશવું તે; જણાવું તે; પ્રગટ થવું તે. ૨. આત્મા પોતાના ભાવને પ્રાપ્ત કરે છે — પહોંચે છે તેથી તે ભાવ જ આત્માનું કર્મ છે. ૩. પ્રકૃતિભૂત = સ્વભાવભૂત. (સુખ સ્વભાવભૂત છે.) ૪. વિકૃતિભૂત = વિકારભૂત. (દુઃખ વિકારભૂત છે, સ્વભાવભૂત નથી.)