व्यक्तगन्धरसवर्णानामप्ज्योतिरुदरमरुतामारम्भदर्शनात् । न च क्वचित्कस्यचित् गुणस्य व्यक्ता-
વળી ‘જો શબ્દ પુદ્ગલનો પર્યાય હોય તો પૃથ્વીસ્કંધની જેમ તે સ્પર્શનાદિક ઇન્દ્રિયોનો વિષય હોવો જોઈએ અર્થાત્ જેમ પૃથ્વીસ્કંધરૂપ પુદ્ગલપર્યાય સર્વ ઇન્દ્રિયોથી જણાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલપર્યાય પણ સર્વ ઇન્દ્રિયોથી જણાવો જોઈએ’ (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી; કારણ કે પાણી (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય તથા રસનેંદ્રિયનો વિષય નથી અને પવન (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય, રસનેંદ્રિય તથા ચક્ષુ -ઇન્દ્રિયનો વિષય નથી. વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અગ્રાહ્ય છે), અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે (તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે) અને પવન ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે (તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે); કારણ કે સર્વ પુદ્ગલો સ્પર્શાદિ *
(૧) ચંદ્રકાંતને, (૨) અરણિને અને (૩) જવને જે પુદ્ગલો ઉત્પન્ન કરે છે તે જ પુદ્ગલો વડે (૧) જેને ગંધ અવ્યક્ત છે એવા પાણીની, (૨) જેને ગંધ તથા રસ અવ્યક્ત છે એવા અગ્નિની અને (૩) જેને ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે એવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે.
* ચતુષ્ક = ચતુષ્ટય; ચારનો સમૂહ. [સર્વ પુદ્ગલોમાં — પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ બધાંયમાં — સ્પર્શાદિ ચારે ગુણો હોય છે. માત્ર ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યક્ત છે, પાણીમાં ગંધ અવ્યક્ત છે, અગ્નિમાં ગંધ તથા રસ અવ્યક્ત છે અને વાયુમાં ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે. આ વાતની સિદ્ધિને માટે યુક્તિ આ પ્રમાણે છેઃ ચંદ્રકાંતમણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે છે, અરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયુ થાય છે; માટે (૧) ચંદ્રકાંતમણિમાં, (૨) અરણિમાં અને (૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા, પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે.