Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 265 of 513
PDF/HTML Page 296 of 544

 

background image
सकलद्रव्यसाधारणावगाहसंपादनमसर्वगतत्वादेव शेषद्रव्याणामसंभवदाकाशमधिगमयति तथैक-
वारमेव गतिपरिणतसमस्तजीवपुद्गलानामालोकाद्गमनहेतुत्वमप्रदेशत्वात्कालपुद्गलयोः, समुद्-
घातादन्यत्र लोकासंख्येयभागमात्रत्वाज्जीवस्य, लोकालोक सीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्ध-
कार्यहेतुत्वादधर्मस्यासंभवद्धर्ममधिगमयति
तथैकवारमेव स्थितिपरिणतसमस्तजीवपुद्गला-
नामालोकात्स्थानहेतुत्वमप्रदेशत्वात्कालपुद्गलयोः, समुद्घातादन्यत्र लोकासंख्येयभागमात्रत्वा-
ज्जीवस्य, लोकालोकसीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्धकार्यहेतुत्वाद्धर्मस्य चासंभवदधर्ममधि-
ત્યાં એક જ કાળે સર્વ દ્રવ્યોને સાધારણ *અવગાહનું સંપાદન (અવગાહહેતુત્વરૂપ
લિંગ) આકાશને જણાવે છે, કારણ કે બાકીનાં દ્રવ્યો સર્વગત (સર્વવ્યાપક) નહિ હોવાથી
તેમને તે સંભવતું નથી.
એવી જ રીતે એક જ કાળે ગતિપરિણત (ગતિરૂપે પરિણમેલાં) સમસ્ત જીવ
પુદ્ગલોને લોક સુધી ગમનનું હેતુપણું ધર્મને જણાવે છે, કારણ કે કાળ ને પુદ્ગલ અપ્રદેશી
હોવાથી તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યમા
ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી
આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. (કાળ
ને પુદ્ગલ એકપ્રદેશી હોવાથી તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; જીવ
સમુદ્ઘાત સિવાયના કાળે લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતો હોવાથી તે પણ લોક
સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ -પુદ્ગલોની
ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોક -અલોકની મર્યાદા રહે નહિ, માટે ગતિહેતુત્વ
આકાશનો ગુણ પણ નથી; અધર્મદ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્તભૂત
છે, માટે તે પણ ગતિમાં નિમિત્ત થઈ શકે નહિ. આ રીતે ગતિહેતુત્વગુણ ધર્મ નામના દ્રવ્યનું
અસ્તિત્વ જણાવે છે.)
એવી જ રીતે એક જ કાળે સ્થિતિપરિણત સમસ્ત જીવ -પુદ્ગલોને લોક સુધી
સ્થિતિનું હેતુપણું અધર્મને જણાવે છે, કારણ કે કાળ ને પુદ્ગલ અપ્રદેશી હોવાથી તેમને
તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમા ભાગમાત્ર હોવાથી
તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું
નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મને તે સંભવતું નથી.
विशुद्धज्ञानदर्शनोपयोगस्वभावं परमात्मद्रव्यं तदेव मनसा ध्येयं वचसा वक्तव्यं कायेन तत्साधक-
मनुष्ठानं च कर्तव्यमिति
।।१३३ १३४।। एवं कस्य द्रव्यस्य के विशेषगुणा भवन्तीति कथनरूपेण
*અવગાહ = લીન થવું તે; મજ્જિત થવું તે; અવકાશ પામવો તે. (એક જ કાળે સર્વ દ્રવ્યોને સામાન્ય
અવકાશની પ્રાપ્તિમાં આકાશદ્રવ્ય નિમિત્તભૂત છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૬૫
પ્ર. ૩૪