ટીકાઃ — (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) પોતે જ (૧૪૦મા) સૂત્ર દ્વારા કહેશે કે
આકાશના પ્રદેશનું લક્ષણ એકાણુવ્યાપ્યત્વ છે (અર્થાત્ એક પરમાણુથી વ્યાપ્યપણું તે પ્રદેશનું
લક્ષણ છે); અને અહીં (આ સૂત્રમાં, આ ગાથામાં) ‘જે રીતે આકાશના પ્રદેશો છે તે જ
રીતે બાકીનાં દ્રવ્યોના પ્રદેશો છે’ એમ પ્રદેશના લક્ષણની એકપ્રકારતા કહેવામાં આવે છે.
માટે, જેમ એકાણુવ્યાપ્ય ( – એક પરમાણુથી વ્યાપ્ય હોય એવડા) અંશ વડે ગણતાં
આકાશના અનંત અંશો હોવાથી આકાશ અનંતપ્રદેશી છે, તેમ એકાણુવ્યાપ્ય ( – એક
પરમાણુથી વ્યપાવાયોગ્ય) અંશ વડે ગણતાં ધર્મ, અધર્મ અને એક જીવના અસંખ્યાત અંશો
હોવાથી તે દરેક અસંખ્યાતપ્રદેશી છે. વળી જેમ ૧અવસ્થિત પ્રમાણવાળાં ધર્મ તથા અધર્મ
અસંખ્યાતપ્રદેશી છે, તેમ સંકોચવિસ્તારને લીધે ૨અનવસ્થિત પ્રમાણવાળા જીવને — સૂકા-
ભીના ચામડાની માફક — નિજ અંશોનું અલ્પબહુત્વ નહિ થતું હોવાથી અસંખ્યાતપ્રદેશીપણું
જ છે. (અહીં એ પ્રશ્ન થાય છે કે અમૂર્ત એવા જીવના સંકોચવિસ્તાર કેમ સંભવે? તેનું
સમાધાન કરવામાં આવે છેઃ) અમૂર્તના સંકોચવિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી જ
સાધ્ય છે, કારણ કે (સર્વને સ્વાનુભવથી પ્રગટ છે કે) જીવ સ્થૂલ તેમ જ કૃશ શરીરમાં,
તથા બાળક તેમ જ કુમારના શરીરમાં વ્યાપે છે.
પુદ્ગલ તો દ્રવ્યે એકપ્રદેશમાત્ર હોવાથી યથોક્ત રીતે (પૂર્વે જેમ કહ્યું તેમ) અપ્રદેશી
सूत्रयिष्यते हि स्वयमाकाशस्य प्रदेशलक्षणमेकाणुव्याप्यत्वमिति । इह तु यथाकाशस्य
प्रदेशास्तथा शेषद्रव्याणामिति प्रदेशलक्षणप्रकारैकत्वमासूत्र्यते । ततो यथैकाणुव्याप्येनांशेन
गण्यमानस्याकाशस्यानन्तांशत्वादनन्तप्रदेशत्वं तथैकाणुव्याप्येनांशेन गण्यमानानां धर्माधर्मैक-
जीवानामसंख्येयांशत्वात् प्रत्येकमसंख्येयप्रदेशत्वम् । यथा चावस्थितप्रमाणयोर्धर्माधर्मयोस्तथा
संवर्तविस्ताराभ्यामनवस्थितप्रमाणस्यापि शुष्कार्द्रत्वाभ्यां चर्मण इव जीवस्य स्वांशाल्प-
बहुत्वाभावादसंख्येयप्रदेशत्वमेव । अमूर्तसंवर्तविस्तारसिद्धिश्च स्थूलकृशशिशुकुमारशरीरव्यापि-
त्वादस्ति स्वसंवेदनसाध्यैव । पुद्गलस्य तु द्रव्येणैकप्रदेशमात्रत्वादप्रदेशत्वे यथोदिते सत्यपि
उत्पत्तिर्भणिता । परमाणुव्याप्तक्षेत्रं प्रदेशो भवति । तदग्रे विस्तरेण कथयति इह तु सूचितमेव ।।१३७।।
एवं पञ्चमस्थले स्वतन्त्रगाथाद्वयं गतम् । अथ कालद्रव्यस्य द्वितीयादिप्रदेशरहितत्वेनाप्रदेशत्वं
व्यवस्थापयति — समओ समयपर्यायस्योपादानकारणत्वात्समयः कालाणुः । दु पुनः । स च कथंभूतः ।
૧. અવસ્થિત પ્રમાણ = નિયત પરિમાણ; નિશ્ચિત માપ. (ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યનું માપ લોક જેટલું
નિયત છે.)
૨. અનવસ્થિત = અનિશ્ચિત. (સૂકા -ભીના ચામડાની માફક જીવ પરક્ષેત્રની અપેક્ષાએ સંકોચવિસ્તાર
પામતો હોવાથી અનિશ્ચિત માપવાળો છે. આમ હોવા છતાં, જેમ ચામડાના સ્વ -અંશો ઘટતા -વધતા
નથી, તેમ જીવના સ્વ -અંશો ઘટતા -વધતા નથી; તેથી તે સદાય નિયત અસંખ્યપ્રદેશી જ છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૭૧