Pravachansar (Gujarati). Gatha: 138.

< Previous Page   Next Page >


Page 272 of 513
PDF/HTML Page 303 of 544

 

૨૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्विप्रदेशाद्युद्भवहेतुभूततथाविधस्निग्धरूक्षगुणपरिणामशक्तिस्वभावात्प्रदेशोद्भवत्वमस्ति ततः
पर्यायेणानेकप्रदेशत्वस्यापि संभवात् द्वयादिसंख्येयासंख्येयानन्तप्रदेशत्वमपि न्याय्यं
पुद्गलस्य ।।१३७।।
अथ कालाणोरप्रदेशत्वमेवेति नियमयति
समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ।।१३८।।
समयस्त्वप्रदेशः प्रदेशमात्रस्य द्रव्यजातस्य
व्यतिपततः स वर्तते प्रदेशमाकाशद्रव्यस्य ।।१३८।।
अप्पदेसो अप्रदेशो द्वितीयादिप्रदेशरहितो भवति च किं करोति सो वट्टदि स पूर्वोक्तकालाणुः
परमाणोर्गतिपरिणतेः सहकारित्वेन वर्तते कस्य संबन्धी योऽसौ परमाणुः पदेसमेत्तस्स दव्वजादस्स
प्रदेशमात्रपुद्गलजातिरूपपरमाणुद्रव्यस्य किं कुर्वतः वदिवददो व्यतिपततो मन्दगत्या गच्छतः कं
प्रति पदेसं कालाणुव्याप्तमेकप्रदेशम् कस्य संबन्धिनम् आगासदव्वस्स आकाशद्रव्यस्येति तथाहि
कालाणुरप्रदेशो भवति कस्मात् द्रव्येणैकप्रदेशत्वात् अथवा यथा स्नेहगुणेन पुद्गलानां
છે તોપણ *બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત તથાવિધ (તે પ્રકારના) સ્નિગ્ધ -રૂક્ષગુણરૂપે
પરિણમવાની શક્તિરૂપ સ્વભાવને લીધે તેને પ્રદેશોનો ઉદ્ભવ છે; તેથી પર્યાયે અનેક-
પ્રદેશીપણાનો પણ સંભવ હોવાથી પુદ્ગલને દ્વિપ્રદેશીપણાથી માંડીને સંખ્યાત, અસંખ્યાત
અને અનંતપ્રદેશીપણું પણ ન્યાયયુક્ત છે. ૧૩૭.
હવે ‘કાળાણુ અપ્રદેશી જ છે’ એવો નિયમ કરે છે (અર્થાત્ દર્શાવે છે)ઃ
છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા
આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા.૧૩૮.

અન્વયાર્થઃ[समयः तु] કાળ તો [अप्रदेशः] અપ્રદેશી છે. [प्रदेशमात्रस्य द्रव्यजातस्य] પ્રદેશમાત્ર પુદ્ગલ -પરમાણુ [आकाशद्रव्यस्य प्रदेशं ] આકાશ દ્રવ્યના પ્રદેશને [व्यतिपततः] મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે [सः वर्तते] તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે. *દ્વિપ્રદેશી વગેરે સ્કંધોની ઉત્પત્તિના કારણભૂત જે સ્નિગ્ધ -રૂક્ષ ગુણો તે -રૂપે પરિણમવાની શક્તિ પુદ્ગલનો સ્વભાવ છે.