Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 276 of 513
PDF/HTML Page 307 of 544

 

background image
क्रमणपरिमाणावच्छिन्नेनैकसमयेनैकस्माल्लोकान्ताद्द्वितीयं लोकान्तमाक्रामतः परमाणोर-
संख्येयाः कालाणवः समयस्यानंशत्वादसंख्येयांशत्वं न साधयन्ति
।।१३९।।
यानन्तसमयावित्यर्थः एवमुक्तलक्षणे काले विद्यमानेऽपि परमात्मतत्त्वमलभमानोऽतीतानन्तकाले
संसारसागरे भ्रमितोऽयं जीवो यतस्ततः कारणात्तदेव निजपरमात्मतत्त्वं सर्वप्रकारोपादेयरूपेण
श्रद्धेयं, स्वसंवेदनज्ञानरूपेण ज्ञातव्यमाहारभयमैथुनपरिग्रहसंज्ञास्वरूपप्रभृतिसमस्तरागादिविभावत्यागेन

ध्येयमिति तात्पर्यम्
।।१३९।। एवं कालव्याख्यानमुख्यत्वेन षष्ठस्थले गाथाद्वयं गतम् अथ पूर्वं
‘સમય’માં પરમાણુ વિશિષ્ટ ગતિપરિણામને લીધે લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય
છે ત્યારે (તે પરમાણુ વડે ઓળંગાતા) અસંખ્ય કાળાણુઓ ‘સમય’ના અસંખ્ય અંશો સિદ્ધ
કરતા નથી, કારણ કે ‘સમય’ નિરંશ છે.
ભાવાર્થઃપરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ
ગતિથી જતાં જે વખત લાગે તેને ‘સમય’ કહેવામાં આવે છે. તે ‘સમય’ કાળદ્રવ્યનો સૂક્ષ્મમાં
સૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે; ‘સમય’ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જેમ
આકાશપ્રદેશ આકાશદ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી, તેમ ‘સમય’
કાળદ્રવ્યનો નાનામાં નાનો નિરંશ પર્યાય છે, તેના ભાગ પડતા નથી. જો ‘સમય’ના ભાગ પડે
તો તો પરમાણુ વડે એક ‘સમય’માં ઓળંગાતો જે આકાશપ્રદેશ તેના પણ તેટલા જ ભાગ
પડવા જોઈએ. પરંતુ આકાશપ્રદેશ તો નિરંશ છે; તેથી ‘સમય’ પણ નિરંશ જ છે.
અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પુદ્ગલ -પરમાણુ શીઘ્ર ગતિ વડે એક ‘સમય’માં
લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે ત્યારે તે ચૌદ રાજુ સુધી આકાશપ્રદેશોમાં
શ્રેણીબદ્ધ જેટલા કાળાણુઓ છે તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય કાળાણુઓને સ્પર્શતો
હોવાથી ‘સમય’ના અસંખ્ય અંશો પડવા જોઈએ. તેનું સમાધાનઃ
જેવી રીતે અનંત
પરમાણુઓનો કોઈ સ્કંધ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ
જેવડો જ હોય છે, તે પરમાણુઓના ખાસ પ્રકારના અવગાહપરિણામને લીધે જ છે;
(
*પરમાણુઓમાં એવી જ કોઈ વિશિષ્ટ પ્રકારના અવગાહપરિણામની શક્તિ છે તેને લીધે
આમ બને છે;) તેથી કાંઈ પરમાણુના અનંત અંશ પડતા નથી; તેવી રીતે કોઈ પરમાણુ
એક સમયમાં અસંખ્ય કાળાણુઓને ઓળંગીને લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય
છે, તે પરમાણુના ખાસ પ્રકારના ગતિપરિણામને લીધે જ છે; (પરમાણુમાં એવી જ કોઈ
વિશિષ્ટ પ્રકારના ગતિપરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે;) તેથી કાંઈ
‘સમય’ના અસંખ્ય અંશ પડતા નથી. ૧૩૯.
*આકાશમાં પણ અવગાહહેતુત્વગુણને લીધે એવી શક્તિ છે કે તેનો એક પ્રદેશ પણ અનંત
પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે.
૨૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-