आकाशस्यैकाणुव्याप्योंऽशः किलाकाशप्रदेशः, स खल्वेकोऽपि शेषपञ्चद्रव्यप्रदेशानां परमसौक्ष्म्यपरिणतानन्तपरमाणुस्कंधानां चावकाशदानसमर्थः । अस्ति चाविभागैकद्रव्यत्वेऽप्यंश- कल्पनमाकाशस्य, सर्वेषामणूनामवकाशदानस्यान्यथानुपपत्तेः । यदि पुनराकाशस्यांशा न स्युरिति मतिस्तदाङ्गुलीयुगलं नभसि प्रसार्य निरूप्यतां किमेकं क्षेत्रं किमनेकम् । एकं यत्सूचितं प्रदेशस्वरूपं तदिदानीं विवृणोति — आगासमणुणिविट्ठं आकाशं अणुनिविष्टं पुद्गल- परमाणुव्याप्तम् । आगासपदेससण्णया भणिदं आकाशप्रदेशसंज्ञया भणितं कथितम् । सव्वेसिं च अणूणं
અન્વયાર્થઃ — [अणुनिविष्टम् आकाशं] એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને [आकाशप्रदेशसंज्ञया] ‘આકાશપ્રદેશ’ એવા નામથી [भणितम्] કહેવામાં આવ્યું છે; [च] અને [तत्] તે [सर्वेषाम् अणूनां] સર્વ પરમાણુઓને [अवकाशं दातुम् शक्नोति] અવકાશ દેવાને સમર્થ છે.
ટીકાઃ — આકાશનો એક પરમાણુથી વ્યાપ્ય અંશ તે આકાશપ્રદેશ છે; અને તે એક (આકાશપ્રદેશ) પણ બાકીનાં પાંચ દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતારૂપે પરિણમેલા અનંત પરમાણુઓના સ્કંધોને અવકાશ દેવાને સમર્થ છે. આકાશ અવિભાગ (અખંડ) એક દ્રવ્ય હોવા છતાં તેમાં (પ્રદેશોરૂપ) અંશકલ્પના થઈ શકે છે, કારણ કે જો એમ ન હોય તો સર્વ પરમાણુઓને અવકાશ દેવાનું બને નહિ.
આમ છતાં જો ‘આકાશના અંશો ન હોય (અર્થાત્ અંશકલ્પના ન કરાય)’ એવી (કોઈની) માન્યતા હોય, તો બે આંગળી આકાશમાં પ્રસારીને ‘બે આંગળીનું એક ક્ષેત્ર છે કે અનેક’ તે કહો.