अथोत्पादव्ययध्रौव्यात्मकास्तित्वावष्टम्भेन कालस्यैकप्रदेशत्वं साधयति — जस्स ण संति यस्य पदार्थस्य
न सन्ति न विद्यन्ते । के । पदेसा प्रदेशाः । पदेसमेत्तं तु प्रदेशमात्रमेकप्रदेशप्रमाणं पुनस्तद्वस्तु तच्चदो णादुं
तत्त्वतः परमार्थतो ज्ञातुं शक्यते । सुण्णं जाण तमत्थं यस्यैकोऽपि प्रदेशो नास्ति तमर्थं पदार्थं शून्यं
अस्तित्वं हि तावदुत्पादव्ययध्रौव्यैक्यात्मिका वृत्तिः । न खलु सा प्रदेशमन्तरेण
सूत्र्यमाणा कालस्य संभवति, यतः प्रदेशाभावे वृत्तिमदभावः । स तु शून्य एव,
अस्तित्वसंज्ञाया वृत्तेरर्थान्तरभूतत्वात् । न च वृत्तिरेव केवला कालो भवितुमर्हति, वृत्तेर्हि
वृत्तिमन्तमन्तरेणानुपपत्तेः । उपपत्तौ वा कथमुत्पादव्ययध्रौव्यैक्यात्मकत्वम् । अनाद्यन्त-
निरन्तरानेकांशवशीकृतैकात्मकत्वेन पूर्वपूर्वांशप्रध्वंसादुत्तरोत्तरांशोत्पादादेकात्मध्रौव्यादिति चेत्;
नैवम् । यस्मिन्नंशे प्रध्वंसो यस्मिंश्चोत्पादस्तयोः सहप्रवृत्त्यभावात् कुतस्त्यमैक्यम् । तथा
प्रध्वस्तांशस्य सर्वथास्तमितत्वादुत्पद्यमानांशस्य वासम्भवितात्मलाभत्वात्प्रध्वंसोत्पादैक्य-
ટીકાઃ — પ્રથમ તો અસ્તિત્વ તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના ઐક્યસ્વરૂપ વૃત્તિ છે.
તે (વૃત્તિ અર્થાત્ હયાતી) કાળને પ્રદેશ વિના હોય છે એમ કહેવામાં આવે તો તે સંભવતું
નથી; કારણ કે પ્રદેશના અભાવે વૃત્તિમાનનો અભાવ હોય છે. તે તો શૂન્ય જ છે, કેમ
કે અસ્તિત્વ નામની વૃત્તિથી અર્થાન્તરભૂત છે — અન્ય છે.
વળી (અહીં એમ તર્ક કરવામાં આવે કે ‘એકલી સમયપર્યાયરૂપ વૃત્તિ જ માનો;
વૃત્તિમાન કાળાણુપદાર્થની શી જરૂર છે?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ) એકલી વૃત્તિ
(સમયરૂપ પરિણતિ) તે જ કાળ હોય એ ઘટતું નથી; કારણ કે વૃત્તિ વૃત્તિમાન વિના બની
શકે નહિ. ‘વૃત્તિ વૃત્તિમાન વિના બની શકે છે’ એમ કહેવામાં આવે તો, (પૂછીએ છીએ
કે વૃત્તિ તો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યની એકતાસ્વરૂપ હોવી જોઈએ;) એકલી વૃત્તિ ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યની એકતાસ્વરૂપ કઇ રીતે હોઈ શકે? ‘અનાદિ -અનંત, અનંતર ( – પરસ્પર અંતર પડ્યા
વિના એક પછી એક પ્રવર્તતા) અનેક અંશોને લીધે *એકાત્મકતા થતી હોવાથી, પહેલા
પહેલાના અંશોનો નાશ થાય છે, પછીપછીના અંશોનો ઉત્પાદ થાય છે અને એકાત્મકતારૂપ
ધ્રૌવ્ય રહે છે — એ રીતે એકલી વૃત્તિ પણ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યની એકતાસ્વરૂપ હોઈ શકે છે’
એમ કહેવામાં આવે તો, એમ નથી. (તે એકલી વૃત્તિમાં તો) જે અંશમાં નાશ છે અને
જે અંશમાં ઉત્પાદ છે તે બે અંશો સાથે નહિ પ્રવર્તતા હોવાથી (ઉત્પાદ અને વ્યયનું) ઐક્ય
ક્યાંથી? તથા નષ્ટ અંશ સર્વથા અસ્ત થયો હોવાથી અને ઉત્પન્ન થતો અંશ પોતાના
સ્વરૂપને પામ્યો નહિ હોવાથી (અર્થાત્ ઊપજ્યો નહિ હોવાથી) નાશ અને ઉત્પાદની
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૮૫
*
એકાત્મકતા = એકસ્વરૂપતા. (કાળદ્રવ્ય વિના પણ અનાદિ કાળથી અનંત કાળ સુધી સમયો એક
પછી એક પરસ્પર અંતર પડ્યા વિના પ્રવર્તે છે તેથી એકપ્રવાહરૂપ બની જવાથી તેમાં એકસ્વરૂપપણું
આવે છે – એમ શંકાકાર તરફથી તર્ક છે.)