पदार्थस्य तावत्पूर्वसूत्रोदितप्रकारेणोत्पादव्ययध्रौव्यात्मकमस्तित्वं विद्यते; तच्चास्तित्वं प्रदेशं विना न
એકતામાં વર્તનારું ધ્રૌવ્ય જ ક્યાંથી? આમ હોતાં, ત્રિલક્ષણપણું (ઉત્પાદવ્યયધ્રૌવ્યપણું) નષ્ટ થાય છે, ક્ષણભંગ (અર્થાત્ બૌદ્ધોને માન્ય ક્ષણવિનાશ) ઉલ્લસે છે, નિત્ય દ્રવ્ય અસ્ત પામે
છે અને ક્ષણમાં નાશ પામતા ભાવો ઉત્પન્ન થાય છે. માટે *તત્ત્વવિપ્લવના ભયથી અવશ્ય
વૃત્તિના આશ્રયભૂત કોઈ વૃત્તિમાન શોધવો – સ્વીકારવો – યોગ્ય છે. તે તો પ્રદેશ જ છે
(અર્થાત્ તે વૃત્તિમાન સપ્રદેશ જ હોય છે), કારણ કે અપ્રદેશને અન્વય તથા વ્યતિરેકનું
અનુવિધાયિત્વ અસિદ્ધ છે ( – અપ્રદેશ હોય તે અન્વય તથા વ્યતિરેકોને અનુસરી શકે નહિ
અર્થાત્ તેમાં ધ્રૌવ્ય તથા ઉત્પાદ -વ્યય હોઈ શકે નહિ).
[પ્રશ્નઃ – ] આ પ્રમાણે કાળ સપ્રદેશ છે તો તેને એક દ્રવ્યના કારણભૂત લોકાકાશતુલ્ય અસંખ્ય પ્રદેશો કેમ ન માનવા જોઈએ?
[ઉત્તરઃ – ] એમ હોય તો પર્યાયસમય પ્રસિદ્ધ થતો નથી તેથી અસંખ્ય પ્રદેશોમાનવા યોગ્ય નથી. પરમાણુ વડે પ્રદેશમાત્ર દ્રવ્યસમય ઓળંગાતાં (અર્થાત્ પરમાણુ વડેએક પ્રદેશમાત્ર કાળાણુથી નિકટના બીજા પ્રદેશમાત્ર કાળાણુ સુધી મંદ ગતિએ ગમન કરતાં) પર્યાયસમય પ્રસિદ્ધ થાય છે. જો દ્રવ્યસમય લોકાકાશ તુલ્ય અસંખ્ય પ્રદેશોવાળો હોય તો પર્યાયસમયની સિદ્ધિ ક્યાંથી થાય?
‘જો દ્રવ્યસમય અર્થાત્ કાળપદાર્થ લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશોવાળું એક દ્રવ્યહોય તોપણ પરમાણુ વડે તેનો એક પ્રદેશ ઓળંગાતાં પર્યાયસમયની સિદ્ધિ થાય’ એમ કહેવામાં આવે તો, એમ નથી; કારણ કે (તેમાં બે દોષ આવે છે) — *તત્ત્વવિપ્લવ = વસ્તુસ્વરૂપમાં અંધાધૂંધી. [તત્ત્વ = વસ્તુસ્વરૂપ. વિપ્લવ = અંધાધૂંધી; ગોટાળો; વિરોધ; વિનાશ.]