प्राणैर्हि तावज्जीवः कर्मफलमुपभुंक्ते; तदुपभुञ्जानो मोहप्रद्वेषावाप्नोति; ताभ्यां स्वजीव-
परजीवयोः प्राणाबाधं विदधाति । तदा कदाचित्परस्य द्रव्यप्राणानाबाध्य कदाचिदनाबाध्य स्वस्य
भावप्राणानुपरक्तत्वेन बाधमानो ज्ञानावरणादीनि कर्माणि बध्नाति । एवं प्राणाः
पौद्गलिककर्मकारणतामुपयान्ति ।।१४९।।
अथ पुद्गलप्राणसन्ततिप्रवृत्तिहेतुमन्तरङ्गमासूत्रयति —
आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे ।
ण चयदि जाव ममत्तिं देहपधाणेसु विसयेसु ।।१५०।।
ज्ञानस्वरूपं स्वकीयशुद्धप्राणं हन्ति, पश्चादुत्तरकाले परप्राणघाते नियमो नास्तीति ।।१४९।। अथेन्द्रि-
यादिप्राणोत्पत्तेरन्तरङ्गहेतुमुपदिशति — आदा कम्ममलिमसो अयमात्मा स्वभावेन भावकर्मद्रव्यकर्मनोकर्म-
मलरहितत्वेनात्यन्तनिर्मलोऽपि व्यवहारेणानादिकर्मबन्धवशान्मलीमसो भवति । तथाभूतः सन् किं
करोति । धरेदि पाणे पुणो पुणो अण्णे धारयति प्राणान् पुनःपुनः अन्यान्नवतरान् । यावत्किम् । ण चयदि
ટીકાઃ — પ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ
તથા દ્વેષને પામે છે; મોહ તથા દ્વેષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને ૧બાધા કરે છે.
ત્યાં, કદાચિત્ ( – કોઈ વાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત્ (પરના
દ્રવ્યપ્રાણોને) બાધા નહિ કરીને, પોતાના ભાવપ્રાણોને તો ૨ઉપરક્તપણા વડે (અવશ્ય) બાધા
કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે. આ પ્રમાણે પ્રાણો પૌદ્ગલિક કર્મોના
કારણપણાને પામે છે. ૧૪૯.
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની (-પ્રવાહની, પરંપરાની) પ્રવૃત્તિનો અંતરંગ હેતુ
સૂત્ર દ્વારા કહે છેઃ —
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં.૧૫૦.
૧. બાધા = પીડા; ઉપદ્રવ; ઈજા; વિઘ્ન.
૨. ઉપરક્તપણું = મલિનપણું; વિકારીપણું; મોહાદિપરિણામે પરિણમવું તે. [જેમ કોઈ પુરુષ તપેલા
લોખંડના ગોળા વડે પરને ઈજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતે પોતાને જ ઈજા કરે છે
( – પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાય — નિયમ નથી; તેમ
જીવ તપેલા લોખંડના ગોળા સમાન મોહાદિપરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને તો ઈજા
થાય કે ન થાય — નિયમ નથી.]
૨૯૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-