आत्मा कर्ममलीमसो धारयति प्राणान् पुनः पुनरन्यान् ।
न त्यजति यावन्ममत्वं देहप्रधानेषु विषयेषु ।।१५०।।
येयमात्मनः पौद्गलिकप्राणानां संतानेन प्रवृत्तिः, तस्या अनादिपौद्गलकर्ममूलं
शरीरादिममत्वरूपमुपरक्तत्वमन्तरङ्गो हेतुः ।।१५०।।
अथ पुद्गलप्राणसंततिनिवृत्तिहेतुमन्तरङ्गं ग्राहयति —
जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि ।
कम्मेहिं सो ण रज्जदि किह तं पाणा अणुचरंति ।।१५१।।
जाव ममत्तिं निस्नेहचिच्चमत्कारपरिणतेर्विपरीतां ममतां यावत्कालं न त्यजति । केषु विषयेषु । देहपधाणेसु
विसयेसु देहविषयरहितपरमचैतन्यप्रकाशपरिणतेः प्रतिपक्षभूतेषु देहप्रधानेषु पञ्चेन्द्रियविषयेष्विति । ततः
स्थितमेतत् — इन्द्रियादिप्राणोत्पत्तेर्देहादिममत्वमेवान्तरङ्गकारणमिति ।।१५०।। अथेन्द्रियादिप्राणानामभ्यन्तरं
विनाशकारणमावेदयति — जो इंदियादिविजई भवीय यः कर्तातीन्द्रियात्मोत्थसुखामृतसंतोषबलेन
जितेन्द्रियत्वेन निःकषायनिर्मलानुभूतिबलेन कषायजयेन चेन्द्रियादिविजयी भूत्वा उवओगमप्पगं झादि
અન્વયાર્થઃ — [यावत्] જ્યાં સુધી [देहप्रधानेषु विषयेषु] દેહપ્રધાન વિષયોમાં [ममत्वं]
મમત્વ [न त्यजति] છોડતો નથી, [कर्ममलीमसः आत्मा] ત્યાં સુધી કર્મથી મલિન આત્મા [पुनः
पुनः] ફરી ફરીને [अन्यान् प्राणान्] અન્ય અન્ય પ્રાણો [धारयति] ધારણ કરે છે.
ટીકાઃ — જે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ
હેતુ અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું મૂળ (-નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ
ઉપરક્તપણું છે.
ભાવાર્થઃ — દ્રવ્યપ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ
પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં
મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી
પુદ્ગલકર્મ બંધાયા કરે છે અને તેથી ફરી ફરી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે. ૧૫૦.
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ સમજાવે છેઃ —
કરી ઇન્દ્રિયાદિક -વિજય, ધ્યાવે આત્મને — ઉપયોગને,
તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે?૧૫૧.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૯૫