Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 309 of 513
PDF/HTML Page 340 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૯

शरीरं च वाचं च मनश्च परद्रव्यत्वेनाहं प्रपद्ये; ततो न तेषु कश्चिदपि मम पक्षपातोऽस्ति, सर्वत्राप्यहमत्यन्तं मध्यस्थोऽस्मि तथाहिन खल्वहं शरीरवाङ्मनसां स्वरूपाधारभूतमचेतनद्रव्यमस्मि; तानि खलु मां स्वरूपाधारमन्तरेणाप्यात्मनः स्वरूपं धारयन्ति ततोऽहं शरीरवाङ्मनःपक्षपातमपास्यात्यन्तं मध्यस्थोऽस्मि न च मे शरीरवाङ्मनःकारणा- चेतनद्रव्यत्वमस्ति; तानि खलु मां कारणमन्तरेणापि कारणवन्ति भवन्ति ततोऽहं तत्कारणत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतन- द्रव्यत्वमस्ति; तानि खलु मां कर्तारमन्तरेणापि क्रियमाणानि ततोऽहं तत्कर्तृत्व- पक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्य- प्रयोजकत्वमस्ति; तानि खलु मां कारकप्रयोजकमन्तरेणापि क्रियमाणानि ततोऽहं तत्कारक- प्रयोजकत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारका- स्वशुद्धात्मभावनाविषये यत्कृतकारितानुमतस्वरूपं तद्विलक्षणं यन्मनोवचनकायविषये कृतकारितानु- मतस्वरूपं तन्नाहं भवामि ततः कारणात्तत्पक्षपातं मुक्त्वात्यन्तमध्यस्थोऽस्मीति तात्पर्यम् ।।१६०।।

ટીકાઃશરીર, વાણી અને મનને હું પરદ્રવ્યપણે સમજું છું; તેથી તેમનાં પ્રત્યે મને કાંઈ પણ પક્ષપાત નથી, (તે) બધાંય પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છું. તે આ પ્રમાણેઃ

ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતનદ્રવ્ય નથી; હું સ્વરૂપ -આધાર વિના પણ (અર્થાત્ હું તેમના સ્વરૂપનો આધાર હોયા વિના પણ) તેઓ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે. માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત મધ્યસ્થ છું.

વળી હું શરીર, વાણી અને મનનું કારણ એવું અચેતનદ્રવ્ય નથી; હું કારણ વિના પણ (અર્થાત્ હું કારણ હોયા વિના પણ) તેઓ ખરેખર કારણવાળાં છે. માટે તેમના કારણપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.

વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું અચેતનદ્રવ્ય નથી; હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.

વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું જે અચેતનદ્રવ્ય તેનો પ્રયોજક નથી; હું કર્તા -પ્રયોજક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો પ્રયોજકતેમનો કરાવનારહોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના પ્રયોજકપણાનો (કરાવનારપણાનો) પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.

વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું) જે અચેતનદ્રવ્ય