નિશ્ચિત (-રહેલાં) છે. *તથાવિધ પુદ્ગલદ્રવ્ય અનેક પરમાણુદ્રવ્યોનો એકપિંડપર્યાયરૂપે
પરિણામ છે, કારણ કે અનેક પરમાણુદ્રવ્યોનાં સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વો અનેક હોવા
છતાં કથંચિત્ (સ્નિગ્ધત્વ -રૂક્ષત્વકૃત બંધપરિણામની અપેક્ષાએ) એકપણે અવભાસે છે. ૧૬૧.
હવે આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને પરદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે
છેઃ —
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી;
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨.
અન્વયાર્થઃ — [अहं पुद्गलमयः न] હું પુદ્ગલમય નથી અને [ते पुद्गलाः] તે
પુદ્ગલો [मया पिण्डं न कृताः] મેં પિંડરૂપ કર્યાં નથી; [तस्मात् हि] તેથી [अहं न देहः] હું
દેહ નથી [वा] તેમ જ [तस्य देहस्य कर्ता] તે દેહનો કર્તા નથી.
ટીકાઃ — પ્રથમ તો, જે આ પ્રકરણથી નિર્ધારિત, પુદ્ગલાત્મક શરીર નામનું
પરદ્રવ્ય — કે જેની અંદર વાણી અને મન એ બે સમાઈ જાય છે — તે હું નથી, કારણ
કે અપુદ્ગલમય એવો હું પુદ્ગલાત્મક શરીરપણે હોવામાં વિરોધ છે. વળી એવી જ રીતે
द्रव्याणामेकपिण्डपर्यायेण परिणामः, अनेकपरमाणुद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वानामनेकत्वेऽपि
कथंचिदेकत्वेनावभासनात् ।।१६१।।
अथात्मनः परद्रव्यत्वाभावं परद्रव्यकर्तृत्वाभावं च साधयति —
णाहं पोग्गलमइओ ण ते मया पोग्गला कया पिंडं ।
तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।।१६२।।
नाहं पुद्गलमयो न ते मया पुद्गलाः कृताः पिण्डम् ।
तस्माद्धि न देहोऽहं कर्ता वा तस्य देहस्य ।।१६२।।
यदेतत्प्रकरणनिर्धारितं पुद्गलात्मकमन्तर्नीतवाङ्मनोद्वैतं शरीरं नाम परद्रव्यं न
तावदहमस्मि, ममापुद्गलमयस्य पुद्गलात्मकशरीरत्वविरोधात् । न चापि तस्य कारणद्वारेण
नाहं पुद्गलमयः । ण ते मया पोग्गला कया पिंडा न च ते पुद्गला मया कृताः पिण्डाः । तम्हा हि ण
देहोऽहं तस्माद्देहो न भवाम्यहं । हि स्फु टं । कत्ता वा तस्स देहस्स कर्ता वा न भवामि तस्य देहस्येति ।
*તથાવિધ = તે પ્રકારનું અર્થાત્ શરીરાદિરૂપ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૧૧