अणवो गृह्यन्ते । कथंभूताः ।णिद्धा वा लुक्खा वा स्निग्धपरिणामपरिणता वा रूक्षपरिणामपरिणता
। पुनरपि किंविशिष्टाः ।समा व विसमा वा द्विशक्तिचतुःशक्तिषट्शक्त्यादिपरिणतानां सम
इति संज्ञा, त्रिशक्तिपञ्चशक्तिसप्तशक्यादिपरिणतानां विषम इति संज्ञा । पुनश्च किंरूपाः ।समदो
दुराधिगा जदि समतः समसंख्यानात्सकाशाद् द्वाभ्यां गुणाभ्यामधिका यदि चेत् । कथं द्विगुणाधिकत्वमिति
ભાવાર્થઃ — પરમાણુ પરિણામવાળો હોવાથી તેનાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ એક*અવિભાગ પ્રતિચ્છેદથી માંડીને અનંત અવિભાગ પ્રતિચ્છેદો સુધી તરતમતા પામે છે. ૧૬૪.
હવે કેવાં સ્નિગ્ધ -રૂક્ષત્વથી પિંડપણું થાય છે તે કહે છેઃ —
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ -પરિણામ, સમ વા વિષમ હો, બંધાય જો ગુણદ્વય અધિક; નહિ બંધ હોય જઘન્યનો. ૧૬૫.
અન્વયાર્થઃ — [अणुपरिणामाः] પરમાણુ -પરિણામો, [स्निग्धाः वा रूक्षाः वा] સ્નિગ્ધહો કે રૂક્ષ હો, [समाः वा विषमाः वा] બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, [यदिसमतः द्वयधिकः] જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો [बध्यन्ते हि] બંધાય છે;[आदिपरिहीणाः] જઘન્ય અંશવાળો બંધાતો નથી.*કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. (બકરી કરતાં ગાયના દૂધમાં અને ગાય કરતાં ભેંસના દૂધમાં ચીકાશના અવિભાગ પ્રતિચ્છેદો વધારે હોય છે. ધૂળ કરતાં રાખમાં અને રાખ કરતાં રેતીમાં લૂખાપણાના અવિભાગ પ્રતિચ્છેદો અધિક હોય છે.)