થાય છે. (૨) ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ
(-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. (૩) જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા
એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (
એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૪) બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું
નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમેયમાત્ર (કેવળ અનુમાનથી જ
જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૫) જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું
નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ)
નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૬) લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ
થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય
છે. (૭) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું
આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન
નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૮) જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને
ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી તે અલિંગગ્રહણ છે; આ
રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૯) જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ
શકતું નથી (-બીજાથી લઈ જઈ શકાતું નથી) તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માનું જ્ઞાન