Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 328 of 513
PDF/HTML Page 359 of 544

 

background image
वेदानां ग्रहणं यस्येति स्त्रीपुन्नपुंसकद्रव्यभावाभावस्य न लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति
बहिरङ्गयतिलिंगाभावस्य न लिंगं गुणो ग्रहणमर्थावबोधो यस्येति गुणविशेषानालीढ-
शुद्धद्रव्यत्वस्य न लिंगं पर्यायो ग्रहणमर्थावबोधविशेषो यस्येति पर्यायविशेषानालीढ-
शुद्धद्रव्यत्वस्य न लिंगं प्रत्यभिज्ञानहेतुर्ग्रहणमर्थावबोधसामान्यं यस्येति द्रव्यानालीढशुद्ध-
पर्यायत्वस्य ।।१७२।।
अथ कथममूर्तस्यात्मनः स्निग्धरूक्षत्वाभावाद्बन्धो भवतीति पूर्वपक्षयति
અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યે તેમ જ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૭) લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે
અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે એવા અર્થની
પ્રાપ્તિ થાય છે. (૧૮) લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ
(પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ
આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૯) લિંગ એટલે કે પર્યાય
એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા
પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૨૦) લિંગ
એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય તે જેને નથી
તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. ૧૭૨.
હવે અમૂર્ત એવા આત્માને સ્નિગ્ધ -રૂક્ષપણાનો અભાવ હોવાથી બંધ કઈ રીતે થઈ
શકે એવો પૂર્વપક્ષ રજૂ કરે છેઃ
अलिङ्गग्राह्यमिति वक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तत्किमर्थमिति चेत्, बहुतरार्थप्रतिपत्त्यर्थम्
तथाहिलिङ्गमिन्द्रियं तेनार्थानां ग्रहणं परिच्छेदनं न करोति तेनालिङ्गग्रहणो भवति तदपि
कस्मात् स्वयमेवातीन्द्रियाखण्डज्ञानसहितत्वात् तेनैव लिङ्गशब्दवाच्येन चक्षुरादीन्द्रियेणान्यजीवानां
यस्य ग्रहणं परिच्छेदनं कर्तुं नायाति तेनालिङ्गग्रहण उच्यते तदपि कस्मात् निर्विकारातीन्द्रिय-
स्वसंवेदनप्रत्यक्षज्ञानगम्यत्वात् लिङ्गं धूमादि तेन धूमलिङ्गोद्भवानुमानेनाग्निवदनुमेयभूतपरपदार्थानां
ग्रहणं न करोति तेनालिङ्गग्रहण इति तदपि कस्मात् स्वयमेवालिङ्गोद्भवातीन्द्रियज्ञानसहितत्वात्
तेनैव लिङ्गोद्भवानुमानेनाग्निग्रहणवत् परपुरुषाणां यस्यात्मनो ग्रहणं परिज्ञानं कर्तुं नायाति तेनालिङ्ग-
ग्रहण इति
तदपि कस्मात् अलिङ्गोद्भवातीन्द्रियज्ञानगम्यत्वात् अथवा लिङ्गं चिह्नं लाञ्छनं
शिखाजटाधारणादि तेनार्थानां ग्रहणं परिच्छेदनं न क रोति तेनालिङ्गग्रहण इति तदपि क स्मात्
स्वाभाविकाचिह्नोद्भवातीन्द्रियज्ञानसहितत्वात् तेनैव चिह्नोद्भवज्ञानेन परपुरुषाणां यस्यात्मनो ग्रहणं
परिज्ञानं कर्तृं नायाति तेनालिङ्गग्रहण इति तदपि कस्मात् निरुपरागस्वसंवेदनज्ञानगम्यत्वादिति
૩૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-