भूतत्वाच्च तीर्थम् । पुनश्च किंरूपम् । धम्मस्स कत्तारं निरुपरागात्मतत्त्वपरिणतिरूपनिश्चयधर्मस्योपादान-
અન્વયાર્થઃ — [ एषः ] આ હું [ सुरासुरमनुष्येन्द्रवन्दितं ] ૧સુરેન્દ્રો, ૨અસુરેન્દ્રો અને ૩નરેન્દ્રોથી જે વંદિત છે અને [ धौतघातिक र्ममलं ] ઘાતિકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા [ तीर्थं ] તીર્થરૂપ અને [ धर्मस्य क र्तारं ] ધર્મના કર્તા [ वर्धमानं ] શ્રી વર્ધમાનસ્વામીને [ प्रणमामि ] પ્રણમું છું.
[ पुनः ] વળી [ विशुद्धसद्भावान् ] વિશુદ્ધ ૪સત્તાવાળા [ शेषान् तीर्थक रान् ] શેષ તીર્થંકરોને [ ससर्वसिद्धान् ] સર્વ સિદ્ધભગવંતો સાથે, [ च ] અને [ ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारान् ] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા [ श्रमणान् ] ૫શ્રમણોને પ્રણમું છું.
[ तान् तान् सर्वान् ] તે તે સર્વને [च] તથા [ मानुषे क्षेत्रे वर्तमानान् ] મનુષ્યક્ષેત્રમાં વર્તતા [ अर्हतः ] અર્હન્તોને [ समकं समकं ] સાથે સાથે — સમુદાયરૂપે અને [ प्रत्येकं एव प्रत्येकं ] પ્રત્યેક પ્રત્યેકને — વ્યક્તિગત [ वन्दे ] વંદું છું. ૧. સુરેન્દ્રો = ઊર્ધ્વલોકવાસી દેવોના ઇન્દ્રો ૨. અસુરેન્દ્રો = અધોલોકવાસી દેવોના ઇન્દ્રો ૩. નરેન્દ્રો = (મધ્યલોકવાસી) મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. ૪. સત્તા = અસ્તિત્વ ૫. શ્રમણો = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ.