એ રીતે [ अर्हद्भयः ] અર્હન્તોને અને [ सिद्धेभ्यः ] સિદ્ધોને, [ तथा गणधरेभ्यः ]
આચાર્યોને, [ अध्यापक वर्गेभ्यः ] ઉપાધ્યાયવર્ગને [च एव] અને [ सर्वेभ्यः साधुभ्यः ] સર્વ
સાધુઓને [ नमः कृ त्वा ] નમસ્કાર કરીને, [ तेषां ] તેમના [ विशुद्धदर्शनज्ञानप्रधानाश्रमं ]
૧વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને [ समासाद्य ] પામીને [ साम्यं उपसम्पद्ये ] હું ૨સામ્યને પ્રાપ્ત
કરું છું [ यतः ] કે જેનાથી [ निर्वाणसम्प्राप्तिः ] નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
ટીકાઃ — આ ૩સ્વસંવેદનપ્રત્યક્ષ ૪દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ હું, જે સુરેન્દ્રો,
અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી વંદિત હોવાથી ત્રિલોકના એક (અનન્ય, સર્વોત્કૃષ્ટ) ગુરુ છે,
ઘાતિકર્મમળ ધોઈ નાખેલ હોવાથી જેમને જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ એવી
અનંતશક્તિરૂપ પરમેશ્વરતા છે, તીર્થપણાને લીધે જે યોગીઓને તારવાને સમર્થ છે, ધર્મના
કર્તા હોવાથી જે શુદ્ધસ્વરૂપપરિણતિના કરનાર છે, તે પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ,
પરમેશ્વર, પરમ પૂજ્ય, જેમનું નામ ગ્રહણ પણ સારું છે એવા શ્રી વર્ધમાનદેવને, પ્રવર્તમાન
તીર્થના નાયકપણાને લીધે પ્રથમ જ, પ્રણમું છું.
कृत्वार्हद्भयः सिद्धेभ्यस्तथा नमो गणधरेभ्यः ।
अध्यापकवर्गेभ्यः साधुभ्यश्चैव सर्वेभ्यः ।।४।।
तेषां विशुद्धदर्शनज्ञानप्रधानाश्रमं समासाद्य ।
उपसम्पद्ये साम्यं यतो निर्वाणसम्प्राप्तिः ।।५।।
एष स्वसंवेदनप्रत्यक्षदर्शनज्ञानसामान्यात्माहं सुरासुरमनुष्येन्द्रवन्दितत्वात्त्रिलोकैकगुरुं,
धौतघातिकर्ममलत्वाज्जगदनुग्रहसमर्थानन्तशक्तिपारमैश्वर्यं, योगिनां तीर्थत्वात्तारणसमर्थं, धर्मकर्तृ-
त्वाच्छुद्धस्वरूपवृत्तिविधातारं, प्रवर्तमानतीर्थनायकत्वेन प्रथमत एव परमभट्टारकमहादेवाधिदेव-
परमेश्वरपरमपूज्यसुगृहीतनामश्रीवर्धमानदेवं प्रणमामि ।।१।। तदनु विशुद्धसद्भावत्वादुपात्त-
कारणत्वात् अन्येषामुत्तमक्षमादिबहुविधधर्मोपदेशकत्वाच्च धर्मस्य कर्तारम् । इति क्रियाकारकसम्बन्धः ।
एवमन्तिमतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गता ।।१।। तदनन्तरं प्रणमामि । कान् । सेसे पुण तित्थयरे
ससव्वसिद्धे शेषतीर्थकरान्, पुनः ससर्वसिद्धान् वृषभादिपार्श्वपर्यन्तान् शुद्धात्मोपलब्धिलक्षणसर्वसिद्ध-
सहितानेतान् सर्वानपि । कथंभूतान् । विसुद्धसब्भावे निर्मलात्मोपलब्धिबलेन विश्लेषिताखिलावरण-
त्वात्केवलज्ञानदर्शनस्वभावत्वाच्च विशुद्धसद्भावान् । समणे य श्रमणशब्दवाच्यानाचार्योपाध्यायसाधूंश्च ।
किंलक्षणान् । णाणदंसणचरित्ततववीरियायारे सर्वविशुद्धद्रव्यगुणपर्यायात्मके चिद्वस्तुनि यासौ रागादि-
૧. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા
૨. સામ્ય = સમતા; સમભાવ.
૩. સ્વસંવેદનપ્રત્યક્ષ = સ્વાનુભવથી પ્રત્યક્ષ. (દર્શનજ્ઞાનસામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ છે.)
૪. દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ = દર્શનજ્ઞાનસામાન્ય અર્થાત્ ચેતના જેનું સ્વરૂપ છે એવો.
૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-