सिद्धांश्च, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारयुक्तत्वात्संभावितपरमशुद्धोपयोगभूमिकानाचार्योपाध्याय-
साधुत्वविशिष्टान् श्रमणांश्च प्रणमामि ।।२।। तदन्वेतानेव पञ्चपरमेष्ठिनस्तत्तद्वयक्तिव्यापिनः
स्तीर्थनायकैः सह वर्तमानकालं गोचरीकृत्य युगपद्युगपत्प्रत्येकं प्रत्येकं च मोक्षलक्ष्मीस्वयं-
वरायमाणपरमनैर्ग्रन्थ्यदीक्षाक्षणोचितमङ्गलाचारभूतकृतिकर्मशास्त्रोपदिष्टवन्दनाभिधानेन सम्भाव-
परिणतत्वात् सम्यग्ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारोपेतानिति । एवं शेषत्रयोविंशतितीर्थकरनमस्कार-
ત્યારપછી જેઓ વિશુદ્ધસત્તાવાળા હોવાથી તાપથી ઉત્તીર્ણ થયેલા (છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળેલા) ઉત્તમ સુવર્ણ સમાન શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને પામ્યા છે એવા શેષ ૧અતીત તીર્થંકરોને અને સર્વ સિદ્ધોને, તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર સહિત હોવાથી જેમણે પરમ શુદ્ધ ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને — કે જેઓ આચાર્યત્વ, ઉપાધ્યાયત્વ અને સાધુત્વરૂપ વિશેષોથી વિશિષ્ટ (ભેદવાળા) છે તેમને — પ્રણમું છું.
ત્યારપછી આ જ પંચપરમેષ્ઠીને, તે તે વ્યક્તિમાં (પર્યાયમાં) વ્યાપનારા બધાયને, હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ હોવાથી અને મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરોનો સદ્ભાવ હોવાથી મનુષ્યક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત વર્તમાનકાળગોચર કરીને, ( – મહાવિદેહક્ષેત્રમાં વર્તતા શ્રી સીમંધરાદિ તીર્થંકરોની જેમ જાણે બધાય પંચપરમેષ્ઠી ભગવંતો વર્તમાનકાળમાં જ વર્તતા હોય એમ અત્યંત ભક્તિને લીધે ભાવીને – ચિંતવીને, તેમને) યુગપદ્ યુગપદ્ અર્થાત્ સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને અર્થાત્ વ્યક્તિગતરૂપે ૨સંભાવું છું. કઈ રીતે સંભાવું છું? મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ ( – આનંદમય પ્રસંગ) તેને ઉચિત મંગળાચરણભૂત જે ૩કૃતિકર્મશાસ્ત્રોપદિષ્ટ વંદનોચ્ચાર (કૃતિકર્મશાસ્ત્રે ઉપદેશેલાં સ્તુતિવચન) તે વડે સંભાવું છું. ૧. અતીત = ગત; થઈ ગયેલા; ભૂતકાળના. ૨. સંભાવવું = સંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું. ૩. અંગબાહ્ય ૧૪ પ્રકીર્ણકોમાં છટ્ઠું પ્રકીર્ણક ‘કૃતિકર્મ’ છે, જેમાં નિત્ય -નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે.