હવે એ રીતે અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુને, પ્રણામ અને
વંદનોચ્ચાર વડે પ્રવર્તતા દ્વૈત દ્વારા, ૧ભાવ્યભાવકપણાને લીધે ઊપજેલા અતિ ગાઢ
૨ઇતરેતર મિલનના કારણે સમસ્ત સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી જેમાં ૩અદ્વૈત
પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને, તે જ અર્હંત -સિદ્ધ -આચાર્ય -ઉપાધ્યાય -સર્વસાધુના
આશ્રમને — કે જે (આશ્રમ) વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન હોવાથી ૪સહજશુદ્ધદર્શનજ્ઞાન-
સ્વભાવવાળા આત્મતત્ત્વનાં શ્રદ્ધાન ને જ્ઞાન જેમનાં લક્ષણ છે એવાં સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનનો ૫સંપાદક છે તેને — પામીને, સમ્યગ્દર્શનજ્ઞાનસંપન્ન થઈને, જેમાં ૬કષાયકણ
વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવા સરાગચારિત્રને — તે
यामि ।।३।। अथैवमर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां प्रणतिवन्दनाभिधानप्रवृत्तद्वैतद्वारेण भाव्य-
भावकभावविजृम्भितातिनिर्भ̄रेतरेतरसंवलनबलविलीननिखिलस्वपरविभागतया प्रवृत्ताद्वैतं
नमस्कारं कृत्वा ।।४।। तेषामेवार्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां विशुद्धज्ञानदर्शनप्रधानत्वेन
सहजशुद्धदर्शनज्ञानस्वभावात्मतत्त्वश्रद्धानावबोधलक्षणसम्यग्दर्शनज्ञानसंपादकमाश्रमं समासाद्य
सम्यग्दर्शनज्ञानसंपन्नो भूत्वा, जीवत्कषायकणतया पुण्यबन्धसंप्राप्तिहेतुभूतं सरागचारित्रं
महाविदेहस्थितश्रीसीमन्धरस्वामीतीर्थकरपरमदेवप्रभृतितीर्थकरैः सह तानेव पञ्चपरमेष्ठिनो नमस्करोमि ।
कया करणभूतया । मोक्षलक्ष्मीस्वयंवरमण्डपभूतजिनदीक्षाक्षणे मङ्गलाचारभूतया अनन्तज्ञानादिसिद्धगुण-
भावनारूपया सिद्धभक्त्या, तथैव निर्मलसमाधिपरिणतपरमयोगिगुणभावनालक्षणया योगभक्त्या चेति ।
एवं पूर्वविदेहतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गतेत्यभिप्रायः ।।३।। अथ किच्चा कृत्वा । कम् । णमो
नमस्कारम् । केभ्यः । अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव अर्हत्सिद्धगणधरो-
पाध्यायसाधुभ्यश्चैव । कतिसंख्योपेतेभ्यः । सव्वेसिं सर्वेभ्यः । इति पूर्वगाथात्रयेण कृतपञ्च-
परमेष्ठिनमस्कारोपसंहारोऽयम् ।।४।। एवं पञ्चपरमेष्ठिनमस्कारं कृत्वा किं करोमि । उवसंपयामि उपसंपद्ये
૧. ભાવ્ય=ભાવવાયોગ્ય; ચિંતવવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય.
ભાવક=ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા.
૨. ઇતરેતર મિલન=એકબીજાનું — પરસ્પર — મળી જવું અર્થાત્ મિશ્રિત થઈ જવું.
૩. પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને
આરાધક એવા પોતાનો ભેદ વિલય પામે છે. આ રીતે નમસ્કારમાં અદ્વૈત પ્રવર્તે છે.
જોકે નમસ્કારમાં (૧) પ્રણામ અને (૨) વંદનોચ્ચાર બન્ને સમાતાં હોવાથી તેમાં દ્વૈત (બે -પણું)
કહ્યું છે તોપણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તો તેમાં અદ્વૈત
પ્રવર્તે છે.
૪. સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા=સહજ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા
૫. સંપાદક=પ્રાપ્ત કરાવનાર; ઉત્પન્ન કરનાર.
૬. કષાયકણ=કષાયનો નાનો અંશ
૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-