य एते पृथिवीप्रभृतयः षड्जीवनिकायास्त्रसस्थावरभेदेनाभ्युपगम्यन्ते ते खल्व-
चेतनत्वादन्ये जीवात्, जीवोऽपि च चेतनत्वादन्यस्तेभ्यः । अत्र षड्जीवनिकाया आत्मनः
परद्रव्यमेक एवात्मा स्वद्रव्यम् ।।१८२।।
अथ जीवस्य स्वपरद्रव्यप्रवृत्तिनिमित्तत्वेन स्वपरविभागज्ञानाज्ञाने अवधारयति —
जो णवि जाणदि एवं परमप्पाणं सहावमासेज्ज ।
कीरदि अज्झवसाणं अहं ममेदं ति मोहादो ।।१८३।।
यो नैव जानात्येवं परमात्मानं स्वभावमासाद्य ।
कुरुतेऽध्यवसानमहं ममेदमिति मोहात् ।।१८३।।
ટીકાઃ — જે આ પૃથ્વી વગેરે ષટ્ જીવનિકાયો ત્રસ અને સ્થાવર એવા ભેદપૂર્વક
માનવામાં આવે છે, તે ખરેખર અચેતનપણાને લીધે જીવથી અન્ય છે અને જીવ પણ
ચેતનપણાને લીધે તેમનાથી અન્ય છે. અહીં (એમ કહ્યું કે), ષટ્ જીવનિકાય આત્માને
પરદ્રવ્ય છે, આત્મા એક જ સ્વદ્રવ્ય છે. ૧૮૨.
હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના વિભાગનું જ્ઞાન છે અને પરદ્રવ્યમાં
પ્રવૃત્તિનું નિમિત્ત સ્વ -પરના વિભાગનું અજ્ઞાન છે એમ નક્કી કરે છેઃ —
પરને સ્વને નહિ જાણતો એ રીત પામી સ્વભાવને,
તે ‘આ હું, આ મુજ’ એમ અધ્યવસાન મોહ થકી કરે.૧૮૩.
અન્વયાર્થઃ — [यः] જે [एवं] એ રીતે [स्वभावम् आसाद्य] સ્વભાવને પામીને
(જીવપુદ્ગલના સ્વભાવને નક્કી કરીને) [परम् आत्मानं] પરને અને સ્વને [न एव जानाति]
જાણતો નથી, [मोहात्] તે મોહથી ‘[अहम्] આ હું છું, [इदं मम] આ મારું છે’ [इति] એમ
[अध्यवसानं] અધ્યવસાન [कुरुते] કરે છે.
बन्ध इति कथनमुख्यतया गाथात्रयेण चतुर्थस्थलं गतम् । अथ जीवस्य स्वद्रव्यप्रवृत्तिपरद्रव्य-
निवृत्तिनिमित्तं षड्जीवनिकायैः सह भेदविज्ञानं दर्शयति --भणिदा पुढविप्पमुहा भणिताः परमागमे कथिताः
पृथिवीप्रमुखाः । ते के । जीवणिकाया जीवसमूहाः । अध अथ । कथंभूताः । थावरा य तसा स्थावराश्च
त्रसाः । ते च किंविशिष्टाः । अण्णा ते अन्ये भिन्नास्ते । कस्मात् । जीवादो शुद्धबुद्धैकजीवस्वभावात् ।
जीवो वि य तेहिंदो अण्णो जीवोऽपि च तेभ्योऽन्य इति । तथाहि – टङ्कोत्कीर्णज्ञायकैक स्वभावपरमात्म-
तत्त्वभावनारहितेन जीवेन यदुपार्जितं त्रसस्थावरनामकर्म तदुदयजनितत्वादचेतनत्वाच्च त्रसस्थावर-
जीवनिकायाः शुद्धचैतन्यस्वभावजीवाद्भिन्नाः । जीवोऽपि च तेभ्यो विलक्षणत्वाद्भिन्न इति । अत्रैवं
भेदविज्ञाने जाते सति मोक्षार्थी जीवः स्वद्रव्ये प्रवृत्तिं परद्रव्ये निवृत्तिं च करोतीति भावार्थः ।।१८२।।
૩૪૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-