शुद्धपारिणामिकभावो ध्येयरूपो भवति, ध्यानभावनारूपो न भवति । कस्मात् । ध्यानस्य
विनश्वरत्वादिति ।।१८१।। एवं द्रव्यबन्धकारणत्वात् मिथ्यात्वरागादिविकल्परूपो भावबन्ध एव निश्चयेन
ભાવાર્થઃ — પર પ્રત્યે પ્રવર્તતો એવો શુભ પરિણામ તે પુણ્યનું કારણ છે અને અશુભપરિણામ તે પાપનું કારણ છે તેથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો, શુભ પરિણામ તે પુણ્ય છે અને અશુભ પરિણામ તે પાપ છે. સ્વાત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે તેથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો, શુદ્ધ પરિણામ તે મોક્ષ છે. ૧૮૧.
હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી નિવૃત્તિની સિદ્ધિને માટે સ્વપરનોવિભાગ દર્શાવે છેઃ —
સ્થાવર અને ત્રસ પૃથ્વીઆદિક જીવકાય કહેલ જે,
તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે.૧૮૨.
અન્વયાર્થઃ — [अथ] હવે [स्थावराः च त्रसाः] સ્થાવર અને ત્રસ એવા જે[पृथिवीप्रमुखाः] પૃથ્વીઆદિક [जीवनिकायाः] જીવનિકાયો [भणिताः] કહેવામાં આવ્યા છે, [ते]તે [जीवात् अन्ये] જીવથી અન્ય છે [च] અને [जीवः अपि] જીવ પણ [तेभ्यः अन्यः] તેમનાથીઅન્ય છે.