स इदानीं कर्ता सन् स्वकपरिणामस्य द्रव्यजातस्य ।
आदीयते कदाचिद्विमुच्यते कर्मधूलिभिः ।।१८६।।
सोऽयमात्मा परद्रव्योपादानहानशून्योऽपि साम्प्रतं संसारावस्थायां निमित्तमात्रीकृत-
परद्रव्यपरिणामस्य स्वपरिणाममात्रस्य द्रव्यत्वभूतत्वात्केवलस्य कलयन् कर्तृत्वं, तदेव तस्य
स्वपरिणामं निमित्तमात्रीकृत्योपात्तकर्मपरिणामाभिः पुद्गलधूलीभिर्विशिष्टावगाहरूपेणोपादीयते
कदाचिन्मुच्यते च ।।१८६।।
અન્વયાર્થઃ — [सः] તે [इदानीं] હમણાં (સંસારાવસ્થામાં) [द्रव्यजातस्य] દ્રવ્યથી
(આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતા [स्वकपरिणामस्य] (અશુદ્ધ) સ્વપરિણામનો [कर्ता सन्] કર્તા થતો
થકો [कर्मधूलिभिः] કર્મરજ વડે [आदीयते] ગ્રહાય છે અને [कदाचित् विमुच्यते] કદાચિત્
મુકાય છે.
ટીકાઃ — તે આ આત્મા પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો હોવા છતાં પણ હમણાં
સંસાર -અવસ્થામાં, પરદ્રવ્યપરિણામને નિમિત્તમાત્ર કરતા એવા કેવળ સ્વપરિણામમાત્રનું
— તે સ્વપરિણામ દ્રવ્યત્વભૂત હોવાથી — કર્તાપણું અનુભવતો થકો, તેના એ જ
સ્વપરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મપરિણામને પામતી એવી પુદ્ગલરજ વડે વિશિષ્ટ
અવગાહરૂપે ગ્રહાય છે અને કદાચિત્ મુકાય છે.
ભાવાર્થઃ — હમણાં સંસારદશામાં જીવ પૌદ્ગલિક કર્મપરિણામને નિમિત્તમાત્ર
કરીને પોતાના અશુદ્ધ પરિણામનો જ કર્તા થાય છે (કારણ કે તે અશુદ્ધ પરિણામ સ્વદ્રવ્યથી
ઉત્પન્ન થાય છે), પરદ્રવ્યનો કર્તા થતો નથી. આમ જીવ પોતાના અશુદ્ધ પરિણામનો કર્તા
થતાં, જીવના તે જ અશુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મરૂપે પરિણમતી પુદ્ગલરજ
ખાસ અવગાહરૂપે જીવને *ગ્રહે છે અને ક્યારેક (સ્થિતિ અનુસાર રહીને અથવા જીવના
શુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને) છોડે છે. ૧૮૬.
परभावं न गृह्णाति न मुञ्चति न च करोत्युपादानरूपेण लोहपिण्डो वाग्निं तथायमात्मा न च गृह्णाति
न च मुञ्चति न च करोत्युपादानरूपेण पुद्गलकर्माणीति । किं कुर्वन्नपि । पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु
क्षीरनीरन्यायेन पुद्गलमध्ये वर्त्तमानोऽपि सर्वकालेषु । अनेन कि मुक्तं भवति । यथा सिद्धो भगवान्
पुद्गलमध्ये वर्त्तमानोऽपि परद्रव्यग्रहणमोचनकरणरहितस्तथा शुद्धनिश्चयेन शक्तिरूपेण संसारी
जीवोऽपीति भावार्थः ।।१८५।। अथ यद्ययमात्मा पुद्गलकर्म न करोति न च मुञ्चति तर्हि बन्धः कथं,
तर्हि मोक्षोऽपि कथमिति प्रश्ने प्रत्युत्तरं ददाति --स इदाणिं कत्ता सं स इदानीं कर्ता सन् । स पूर्वोक्तलक्षण
आत्मा, इदानीं कोऽर्थः एवं पूर्वोक्त नयविभागेन, कर्ता सन् । कस्य । सगपरिणामस्स निर्विकारनित्या-
*કર્મપરિણત પુદ્ગલોનું જીવ સાથે ખાસ અવગાહરૂપે રહેવું તેને જ અહીં કર્મપુદ્ગલો વડે જીવનું
‘ગ્રહાવું’ કહ્યું છે.
૩૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-