न खल्वात्मनः पुद्गलपरिणामः कर्म, परद्रव्योपादानहानशून्यत्वात् । यो हि यस्य परिणमयिता दृष्टः स न तदुपादानहानशून्यो दृष्टः, यथाग्निरयःपिण्डस्य । आत्मा तु तुल्यक्षेत्रवर्तित्वेऽपि परद्रव्योपादानहानशून्य एव । ततो न स पुद्गलानां कर्मभावेन परिणमयिता स्यात् ।।१८५।।
અન્વયાર્થઃ — [जीवः] જીવ [सर्वकालेषु] સર્વ કાળે [पुद्गलमध्ये वर्तमानः अपि] પુદ્ગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ [पुद्गलानि कर्माणि] પૌદ્ગલિક કર્મોને [हि] ખરેખર [गृह्णाति न एव] ગ્રહતો નથી, [मुञ्चति न] છોડતો નથી, [करोति न] કરતો નથી.
ટીકાઃ — ખરેખર પુદ્ગલપરિણામ આત્માનું કર્મ નથી, કારણ કે તે પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો છે; જે જેનો પરિણમાવનાર જોવામાં આવે છે, તે — જેમ અગ્નિ લોખંડના ગોળાનાં ગ્રહણત્યાગ વિનાનો છે તેમ — તેનાં ગ્રહણત્યાગ વિનાનો જોવામાં આવતો નથી. આત્મા તો તુલ્ય ક્ષેત્રે વર્તતો હોવા છતાં પણ ( – પરદ્રવ્ય સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ) પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો જ છે. તેથી તે પુદ્ગલોને કર્મભાવે પરિણમાવનાર નથી. ૧૮૫.
ત્યારે (જો આત્મા પુદ્ગલોને કર્મપણે પરિણમાવતો નથી તો પછી) આત્મા કઈ રીતે પુદ્ગલકર્મો વડે ગ્રહાય છે અને મુકાય છે તેનું હવે નિરૂપણ કરે છેઃ —