Pravachansar (Gujarati). Gatha: 190.

< Previous Page   Next Page >


Page 351 of 513
PDF/HTML Page 382 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૫૧
शुद्धत्वद्योतकत्वान्निश्चयनय एव साधकतमो, न पुनरशुद्धत्वद्योतको व्यवहारनयः ।।१८९।।
अथाशुद्धनयादशुद्धात्मलाभ एवेत्यावेदयति
ण चयदि जो दु ममत्तिं अहं ममेदं ति देहदविणेसु
सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ।।१९०।।

जदीणं जितेन्द्रियत्वेन शुद्धात्मस्वरूपे यत्नपराणां गणधरदेवादियतीनाम् ववहारो द्रव्यकर्मरूपव्यहारबन्धः अण्णहा भणिदो निश्चयनयापेक्षयान्यथा व्यवहारनयेनेति भणितः किंच रागादीनेवात्मा करोति तानेव भुङ्क्ते चेति निश्चयनयलक्षणमिदम् अयं तु निश्चयनयो द्रव्यकर्मबन्धप्रतिपादकासद्भूतव्यवहार- नयापेक्षया शुद्धद्रव्यनिरूपणात्मको विवक्षितनिश्चयनयस्तथैवाशुद्धनिश्चयश्च भण्यते द्रव्यकर्माण्यात्मा (ઉત્કૃષ્ટ સાધક) હોવાથી *ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી દ્રવ્યના શુદ્ધત્વનો દ્યોતક (પ્રકાશક) હોવાને લીધે નિશ્ચયનય જ સાધકતમ છે, પણ અશુદ્ધત્વનો દ્યોતક વ્યવહારનય સાધકતમ નથી. ૧૮૯.

હવે અશુદ્ધનયથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ કહે છેઃ
‘હું આ અને આ મારું’ એ મમતા ન દેહ -ધને તજે,
તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે.૧૯૦.
*નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે.
પ્રશ્નઃ
દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં રાગપરિણામના ગ્રહણત્યાગરૂપ
પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?

ઉત્તરઃ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે, અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે’આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જો વિશેષોનું બરાબર યથાર્થ જ્ઞાન હોય તો એ વિશેષો જેના વિના હોતા નથી એવા સામાન્યનું જ્ઞાન હોવું જ જોઈએ. દ્રવ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ. માટે ઉપરોક્ત નિશ્ચયનયમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ છે એમ યથાર્થપણે (દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પરદ્રવ્ય વડે સંપૃક્ત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઈને સુવિશુદ્ધ હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય -પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય અપેક્ષિત હોવાથી ઉપરોક્ત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે. [વિશેષ માટે ૧૨૬મી ગાથાની ટીકા જુઓ.]