Pravachansar (Gujarati). Gatha: 191.

< Previous Page   Next Page >


Page 353 of 513
PDF/HTML Page 384 of 544

 

background image
अथ शुद्धनयात् शुद्धात्मलाभ एवेत्यवधारयति
णाहं होमि परेसिं ण मे परे संति णाणमहमेक्को
इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ।।१९१।।
नाहं भवामि परेषां न मे परे सन्ति ज्ञानमहमेकः
इति यो ध्यायति ध्याने स आत्मा भवति ध्याता ।।१९१।।
यो हि नाम स्वविषयमात्रप्रवृत्ताशुद्धद्रव्यनिरूपणात्मकव्यवहारनयाविरोधमध्यस्थः,
शुद्धद्रव्यनिरूपणात्मकनिश्चयनयापहस्तितमोहः सन्, नाहं परेषामस्मि, न परे मे सन्तीति
स्वपरयोः परस्परस्वस्वामिसम्बन्धमुद्धूय, शुद्धज्ञानमेवैकमहमित्यनात्मानमुत्सृज्यात्मानमेवात्म-
करोति तत्र शुद्धात्मभावनाप्रधानत्वेन ‘ण चयदि जो दु ममत्तिं’ इत्यादिपाठक्रमेण प्रथमस्थले गाथा
चतुष्टयम् तदनन्तरं शुद्धात्मोपलम्भभावनाफलेन दर्शनमोहग्रन्थिविनाशस्तथैव चारित्रमोहग्रन्थिविनाशः
क्रमेण तदुभयविनाशो भवतीति कथनमुख्यत्वेन ‘जो एवं जाणित्ता’ इत्यादि द्वितीयस्थले गाथात्रयम्
ततः परं केवलिध्यानोपचारकथनरूपेण ‘णिहदघणघादिकम्मो’ इत्यादि तृतीयस्थले गाथाद्वयम्
तदनन्तरं दर्शनाधिकारोपसंहारप्रधानत्वेन ‘एवं जिणा जिणिंदा’ इत्यादि चतुर्थस्थले गाथाद्वयम् ततः
परं ‘दंसणसंसुद्धाणं’ इत्यादि नमस्कारगाथा चेति द्वादशगाथाभिश्चतुर्थस्थले विशेषान्तराधिकारे
समुदायपातनिका
अथाशुद्धनयादशुद्धात्मलाभ एव भवतीत्युपदिशतिण चयदि जो दु ममत्तिं
त्यजति यस्तु ममताम् ममकाराहंकारादिसमस्तविभावरहितसकलविमलकेवलज्ञानाद्यनन्तगुणस्वरूप-
निजात्मपदार्थनिश्चलानुभूतिलक्षणनिश्चयनयरहितत्वेन व्यवहारमोहितहृदयः सन् ममतां ममत्वभावं न
હવે શુદ્ધનયથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ નક્કી કરે છેઃ
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને.૧૯૧.
અન્વયાર્થઃ[अहं परेषां न भवामि] હું પરનો નથી, [परे मे न सन्ति] પર મારાં
નથી, [ज्ञानम् अहम् एकः] હું એક જ્ઞાન છું’ [इति यः ध्यायति] એમ જે ધ્યાવે છે, [सः
ध्याता] તે ધ્યાતા [ध्याने] ધ્યાનકાળે [आत्मा भवति] આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે.
ટીકાઃજે આત્મા, માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા અશુદ્ધદ્રવ્યનિરૂપણાત્મક
(અશુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ) વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ રહીને, શુદ્ધદ્રવ્યના
નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય વડે જેણે મોહને દૂર કર્યો છે એવો વર્તતો થકો, ‘હું પરનો નથી,
પર મારાં નથી’ એમ સ્વ -પરના પરસ્પર
*સ્વ -સ્વામિસંબંધને ખંખેરી નાખીને, ‘શુદ્ધ જ્ઞાન જ
*માલિકીનો પદાર્થ અને માલિક વચ્ચેના સંબંધને સ્વસ્વામિસંબંધ કહેવામાં આવે છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૫૩
પ્ર. ૪૫