Pravachansar (Gujarati). Gatha: 192.

< Previous Page   Next Page >


Page 354 of 513
PDF/HTML Page 385 of 544

 

background image
એક હું છું’ એમ અનાત્માને છોડીને, આત્માને જ આત્માપણે ગ્રહીને, પરદ્રવ્યથી
વ્યાવૃત્તપણાને લીધે આત્મારૂપી જ એક અગ્રમાં ચિંતાને રોકે છે, તે એકાગ્રચિંતાનિરોધક
(એક વિષયમાં વિચારને રોકનારો આત્મા) તે એકાગ્રચિંતાનિરોધના સમયે ખરેખર
શુદ્ધાત્મા હોય છે. આથી નક્કી થાય છે કે શુદ્ધનયથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ૧૯૧.
હવે, ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ
એ રીત દર્શન -જ્ઞાન છે, ઇન્દ્રિય -અતીત મહાર્થ છે,
માનું હુંઆલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે.૧૯૨.
અન્વયાર્થઃ[अहम्] હું [आत्मकं] આત્માને [एवं] એ રીતે [ज्ञानात्मानं] જ્ઞાનાત્મક,
[दर्शनभूतम्] દર્શનભૂત, [अतीन्द्रियमहार्थं] અતીન્દ્રિય મહા પદાર્થ, [ध्रुवम्] ધ્રુવ, [अचलम्]
અચળ, [अनालम्बं] નિરાલંબ અને [शुद्धं] શુદ્ધ [मन्ये] માનું છું.
त्वेनोपादाय परद्रव्यव्यावृत्तत्वादात्मन्येवैकस्मिन्नग्रे चिन्तां निरुणद्धि, स खल्वेकाग्रचिन्ता-
निरोधक स्तस्मिन्नेकाग्रचिन्तानिरोधसमये शुद्धात्मा स्यात
अतोऽवधार्यते शुद्धनयादेव शुद्धात्म-
लाभः ।।१९१।।
अथ ध्रुवत्वात् शुद्ध आत्मैवोपलम्भनीय इत्युपदिशति
एवं णाणप्पाणं दंसणभूदं अदिंदियमहत्थं
धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ।।१९२।।
एवं ज्ञानात्मानं दर्शनभूतमतीन्द्रियमहार्थम्
ध्रुवमचलमनालम्बं मन्येऽहमात्मकं शुद्धम् ।।१९२।।
त्यजति यः केन रूपेण अहं ममेदं ति अहं ममेदमिति केषु विषयेषु देहदविणेसु देहद्रव्येषु, देहे
देहोऽहमिति, परद्रव्येषु ममेदमिति सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं स श्रामण्यं त्यक्त्वा
प्रतिपन्नो भवत्युन्मार्गम् स पुरुषो जीवितमरणलाभालाभसुखदुःखशत्रुमित्रनिन्दाप्रशंसादिपरम-
माध्यस्थ्यलक्षणं श्रामण्यं यतित्वं चारित्रं दूरादपहाय तत्प्रतिपक्षभूतमुन्मार्गं मिथ्यामार्गं प्रतिपन्नो भवति
उन्मार्गाच्च संसारं परिभ्रमति ततः स्थितं अशुद्धनयादशुद्धात्मलाभ एव ।।१९०।। अथ शुद्ध-----
नयाच्छुद्धात्मलाभो भवतीति निश्चिनोतिणाहं होमि परेसिं, ण मे परे संति नाहं भवामि परेषाम्, न मे
परे सन्तीति समस्तचेतनाचेतनपरद्रव्येषु स्वस्वामिसम्बन्धं मनोवचनकायैः कृतकारितानुमतैश्च
૧. વ્યાવૃત્તપણું = ભિન્નપણું ૨.અગ્ર = વિષય; ધ્યેય; આલંબન.
૩. એકાગ્રચિંતાનિરોધ = એક જ વિષયમાંધ્યેયમાંવિચારને રોકવા તે. (એકાગ્રચિંતાનિરોધ તે ધ્યાન છે.)
૩૫૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-