Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 355 of 513
PDF/HTML Page 386 of 544

 

background image
ટીકાઃશુદ્ધ આત્મા સત્ અને અહેતુક હોવાને લીધે અનાદિ -અનંત અને
સ્વતઃસિદ્ધ છે તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે, (તેને) બીજું કાંઈ પણ ધ્રુવ નથી.
આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને
લીધે એકપણું છે. તે એકપણું આત્માના (૧) જ્ઞાનાત્મકપણાને લીધે, (૨) દર્શનભૂતપણાને
લીધે, (૩) અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે, (૪) અચળપણાને લીધે અને
(૫) નિરાલંબપણાને લીધે છે.
ત્યાં, (૧૨) જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે અને જે પોતે દર્શનભૂત
છે એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે અને સ્વધર્મથી અવિભાગ છે તેથી
તેને એકપણું છે; (૩) વળી જે પ્રતિનિશ્ચિત સ્પર્શ -રસ -ગંધ -વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ
પર્યાયને ગ્રહણ કરનારી અનેક ઇંદ્રિયોને અતિક્રમીને, સર્વ સ્પર્શ -રસ -ગંધ -વર્ણરૂપ ગુણો અને
શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત્ મહા પદાર્થ છે એવા આત્માને ઇંદ્રિયાત્મક
પરદ્રવ્યથી વિભાગ છે અને સ્પર્શાદિના ગ્રહણસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને
आत्मनो हि शुद्ध आत्मैव सदहेतुकत्वेनानाद्यनन्तत्वात् स्वतःसिद्धत्वाच्च ध्रुवो, न
किञ्चनाप्यन्यत शुद्धत्वं चात्मनः परद्रव्यविभागेन स्वधर्माविभागेन चैकत्वात तच्च ज्ञानात्मक-
त्वाद्दर्शनभूतत्वादतीन्द्रियमहार्थत्वादचलत्वादनालम्बत्वाच्च तत्र ज्ञानमेवात्मनि बिभ्रतः स्वयं
दर्शनभूतस्य चातन्मयपरद्रव्यविभागेन स्वधर्माविभागेन चास्त्येकत्वम् तथा प्रतिनियतस्पर्शरस-
गन्धवर्णगुणशब्दपर्यायग्राहीण्यनेकानीन्द्रियाण्यतिक्रम्य सर्वस्पर्शरसगन्धवर्णगुणशब्दपर्यायग्राहक-
स्यैकस्य सतो महतोऽर्थस्येन्द्रियात्मकपरद्रव्यविभागेन स्पर्शादिग्रहणात्मकस्वधर्माविभागेन
स्वात्मानुभूतिलक्षणनिश्चयनयबलेन पूर्वमपहाय निराकृत्य पश्चात् किं करोति णाणमहमेक्को
ज्ञानमहमेकः, सकलविमलकेवलज्ञानमेवाहं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितत्वेनैकश्च इदि जो झायदि
इत्यनेन प्रकारेण योऽसौ ध्यायति चिन्तयति भावयति क्क झाणे निजशुद्धात्मध्याने स्थितः सो अप्पाणं
हवदि झादा स आत्मानं भवति ध्याता स चिदानन्दैकस्वभावपरमात्मानं ध्याता भवतीति ततश्च
परमात्मध्यानात्तादृशमेव परमात्मानं लभते तदपि कस्मात् उपादानकारणसद्दशं कार्यमिति वचनात्
ततो ज्ञायते शुद्धनयाच्छुद्धात्मलाभ इति ।।१९१।। अथ ध्रुवत्वाच्छुद्धात्मानमेव भावयेऽहमिति
विचारयति‘मण्णे’ इत्यादिपदखण्डनारूपेण व्याख्यानं क्रियतेमण्णे मन्ये ध्यायामि सर्वप्रकारो-
૧. સત્ = હયાત; હયાતીવાળો; અસ્તિત્વવાળો.
૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવો; અકારણ.
૩. અતન્મય = જ્ઞાનદર્શનમય નહિ એવું
૪. પ્રતિનિશ્ચિત = પ્રતિનિયત. [દરેક ઇંદ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહે છે; જેમ કે ચક્ષુ વર્ણને
ગ્રહે છે.]
૫. અતિક્રમીને = ઓળંગી જઈને; છોડીને. ૬. ગ્રહણસ્વરૂપ = જ્ઞાનસ્વરૂપ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૫૫