એકપણું છે; (૪) વળી ક્ષણવિનાશરૂપે પ્રવર્તતા જ્ઞેયપર્યાયોને (ક્ષણે ક્ષણે નાશ પામતા જણાવાયોગ્ય પર્યાયોને) ગ્રહવા -મૂકવાનો અભાવ હોવાથી જે અચળ છે એવા આત્માને જ્ઞેયપર્યાયોસ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે અને *તન્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ
છે તેથી તેને એકપણું છે; (૫) વળી નિત્યરૂપે પ્રવર્તતાં (શાશ્વત એવાં) જ્ઞેયદ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી જે નિરાલંબ છે એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે અને તન્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને એકપણું છે.
આ રીતે આત્મા શુદ્ધ છે કારણ કે ચિન્માત્ર શુદ્ધનય માત્ર તેટલા જ નિરૂપણસ્વરૂપછે (અર્થાત્ ચૈતન્યમાત્ર શુદ્ધનય આત્માને માત્ર શુદ્ધ જ નિરૂપે છે). અને આ એક જ (શુદ્ધઆત્મા એક જ) ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવાયોગ્ય છે. (રસ્તે ચાલતા) મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગનાં વૃક્ષોની અનેક છાયા સમાન અન્ય જે અધ્રુવ ( – બીજા જેઅધ્રુવ પદાર્થો) તેમનાથી શું પ્રયોજન છે?
ભાવાર્થઃ — આત્મા (૧) જ્ઞાનાત્મક, (૨) દર્શનરૂપ, (૩) ઇન્દ્રિયો વિના સર્વનેજાણનારો મહા પદાર્થ, (૪) જ્ઞેય પરપર્યાયોને ગ્રહતો -મૂકતો નહિ હોવાથી અચળ અને (૫) જ્ઞેય પરદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપલબ્ધ કરવાયોગ્ય છે. ૧૯૨.*જ્ઞેય પર્યાયો જેમનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે -સ્વરૂપ સ્વધર્મથી (જ્ઞાનસ્વરૂપ નિજ ધર્મથી) આત્માને અભિન્નપણું છે.