आत्मनो हि परद्रव्याविभागेन परद्रव्योपरज्यमानस्वधर्मविभागेन चाशुद्धत्वनिबन्धनं न किञ्चनाप्यन्यदसद्धेतुमत्त्वेनाद्यन्तवत्त्वात्परतः सिद्धत्वाच्च ध्रुवमस्ति । ध्रुव उपयोगात्मा शुद्ध आत्मैव । अतोऽध्रुवं शरीरादिकमुपलभ्यमानमपि नोपलभे, शुद्धात्मानमुपलभे ध्रुवम् ।।१९३।। ध्रुवत्वान्न भावनीयमित्याख्याति — ण संति धुवा ध्रुवा अविनश्वरा नित्या न सन्ति । कस्य । जीवस्स जीवस्य । के ते । देहा वा दविणा वा देहा वा द्रव्याणि वा, सर्वप्रकारशुचिभूताद्देहरहितात्परमात्मनो
હવે, અધ્રુવપણાને લીધે આત્મા સિવાય બીજું કાંઈ ઉપલબ્ધ કરવાયોગ્ય નથી એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [देहाः वा] શરીરો, [द्रविणानि वा] ધન, [सुखदुःखे] સુખદુઃખ [वा अथ] અથવા [शत्रुमित्रजनाः] શત્રુમિત્રજનો — એ કાંઈ [जीवस्य] જીવને [ध्रुवाः न सन्ति] ધ્રુવ નથી, [ध्रुवः] ધ્રુવ તો [उपयोगात्मकः आत्मा] ઉપયોગાત્મક આત્મા છે.
ટીકાઃ — આત્માને, જે પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે ૧ઉપરક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું (આત્મા સિવાયનું) બીજું કાંઈ પણ ધ્રુવ નથી, કારણ કે તે ૨અસત્ અને ૩હેતુવાળું હોવાને લીધે આદિઅંતવાળું અને પરતઃસિદ્ધ છે; ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. આમ હોવાથી હું અધ્રુવ એવાં શરીરાદિકને — તેઓ ઉપલબ્ધ થતાં હોવા છતાં પણ — ઉપલબ્ધ કરતો નથી, ધ્રુવ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું છું. ૧૯૩. ૧. ઉપરક્ત = મલિન; વિકારી. [પરદ્રવ્યના નિમિત્તે આત્માનો સ્વધર્મ ઉપરક્ત થાય છે.] ૨. અસત્ = હયાત ન હોય એવું; અસ્તિત્વ વિનાનું (અર્થાત્ અનિત્ય). [દેહ -ધનાદિક પુદ્ગલપર્યાયો
હોવાને લીધે અસત્ છે તેથી આદિ -અંતવાળાં છે.] ૩. હેતુવાળું = સહેતુક; જેની ઉત્પત્તિમાં કંઈ પણ નિમિત્ત હોય એવું. [દેહ -ધનાદિકની ઉત્પત્તિમાં કંઈ