निहतघनघातिकर्मतया मोहाभावे ज्ञानशक्तिप्रतिबन्धकाभावे च निरस्ततृष्णत्वात्प्रत्यक्षसर्वभाव-
तत्त्वज्ञेयान्तगतत्वाभ्यां च नाभिलषति, न जिज्ञासति, न सन्दिह्यति च; कुतोऽभिलषितो
जिज्ञासितः सन्दिग्धश्चार्थः । एवं सति किं ध्यायति ।।१९७।।
तृतीया चेत्यात्मोपलम्भफलकथनरूपेण द्वितीयस्थले गाथात्रयं गतम् । अथोपलब्धशुद्धात्मतत्त्वसकलज्ञानी
(૨) જ્ઞાનશક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે, (૧) તૃષ્ણા નષ્ટ કરાયેલી છે તેમ
જ (૨) સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે તથા જ્ઞેયનો પાર પમાયેલો છે, તેથી તેમને
અભિલાષા નથી, જિજ્ઞાસા નથી અને સન્દેહ નથી; તો (તેમને) અભિલષિત, જિજ્ઞાસિત
અને સંદિગ્ધ પદાર્થ ક્યાંથી હોય? આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે?
ભાવાર્થઃ — લોકને (જગતના સામાન્ય જીવસમુદાયને) મોહકર્મનો સદ્ભાવ હોવાથી તે તૃષ્ણા સહિત છે તેથી તેને ઇષ્ટ પદાર્થની અભિલાષા હોય છે; વળી તેને જ્ઞાનાવરણીયકર્મનો સદ્ભાવ હોવાથી તે ઘણા પદાર્થોને તો જાણતો જ નથી તથા જે પદાર્થને જાણે છે તેને પણ પૃથક્કરણપૂર્વક — સૂક્ષ્મતાથી — સ્પષ્ટતાથી જાણતો નથી તેથી તેને નહિ જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા તથા અસ્પષ્ટપણે જાણેલા પદાર્થને વિષે સન્દેહ હોય છે. આમ હોવાથી તેને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થનું ધ્યાન સંભવે છે. પરંતુ સર્વજ્ઞ ભગવાનને તો મોહકર્મનો અભાવ હોવાથી તેઓ તૃષ્ણા રહિત છે તેથી તેમને અભિલાષા નથી; વળી તેમને જ્ઞાનાવરણીયકર્મનો અભાવ હોવાથી તેઓ સર્વ પદાર્થોને જાણે છે તથા પ્રત્યેક પદાર્થને અત્યંત સ્પષ્ટતાથી — પરિપૂર્ણપણે જાણે છે તેથી તેમને જિજ્ઞાસા કે સન્દેહ નથી. આ રીતે તેમને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સન્દેહ હોતો નથી, તો પછી તેમને કયા પદાર્થનું ધ્યાન હોય છે? ૧૯૭. ૧. અવચ્છેદપૂર્વક = પૃથક્કરણ કરીને; સૂક્ષ્મતાથી; વિશેષતાથી; સ્પષ્ટતાથી. ૨. અભિલષિત = જેની અભિલાષા હોય તે ૩. જિજ્ઞાસિત = જેની જિજ્ઞાસા (જાણવાની ઇચ્છા) હોય તે ૪. સંદિગ્ધ = જેના વિષે સંદેહ હોય તે