ઇન્દ્રિયોના અભાવને લીધે પોતે ‘અનિન્દ્રિય’પણે વર્તે છે, તે જ વખતે તે બીજાઓને
‘ઇન્દ્રિયાતીત’ (ઇન્દ્રિયઅગોચર) વર્તતો થકો, ૧નિરાબાધ સહજ સુખ અને જ્ઞાનવાળો
હોવાથી ‘સર્વ બાધા રહિત’ તથા સકલ આત્મામાં સર્વ પ્રકારનાં (પૂરેપૂરાં) સુખ અને જ્ઞાનથી
ભરપૂર હોવાને લીધે ‘આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ’ હોય છે. આવો
થયેલો તે આત્મા સર્વ અભિલાષા, જિજ્ઞાસા અને સંદેહનો તેને અસંભવ હોવા છતાં પણ
અપૂર્વ અને અનાકુલત્વલક્ષણ (-અનાકુળતા જેનું લક્ષણ છે એવા) પરમસૌખ્યને ધ્યાવે છે;
એટલે કે અનાકુલત્વસંગત એક ‘અગ્ર’ના સંચેતનમાત્રરૂપે અવસ્થિત રહે છે (અર્થાત્
અનાકુળતા સાથે રહેલા એક આત્મારૂપી વિષયના અનુભવનરૂપે જ માત્ર સ્થિત રહે છે).
અને આવું અવસ્થાન સહજજ્ઞાનાનંદસ્વભાવ સિદ્ધત્વની સિદ્ધિ જ છે (અર્થાત્ આમ સ્થિત
રહેવું તે, સહજ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવા સિદ્ધપણાની પ્રાપ્તિ જ છે).
ભાવાર્થઃ — ૧૯૭મી ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સર્વજ્ઞ
ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ કયા
પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છેઃ એક અગ્રનું –
વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ
ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી
તેમને પરમાનંદનું ધ્યાન છે અર્થાત્ તેઓ પરમ સૌખ્યને ધ્યાવે છે. ૧૯૮.
यतनानां चाक्षाणामभावात्स्वयमनक्षत्वेन वर्तते तदैव परेषामक्षातीतो भवन् निराबाध-
सहजसौख्यज्ञानत्वात् सर्वाबाधवियुक्तः, सार्वदिक्कसकलपुरुषसौख्यज्ञानपूर्णत्वात्समन्तसर्वाक्ष-
सौख्यज्ञानाढयश्च भवति । एवंभूतश्च सर्वाभिलाषजिज्ञासासन्देहासम्भवेऽप्यपूर्वमनाकुलत्वलक्षणं
परमसौख्यं ध्यायति । अनाकुलत्वसङ्गतैकाग्रसञ्चेतनमात्रेणावतिष्ठत इति यावत् । ईदृश-
मवस्थानं च सहजज्ञानानन्दस्वभावस्य सिद्धत्वस्य सिद्धिरेव ।।१९८।।
૧. નિરાબાધ = બાધા વિનાનું; વિઘ્ન રહિત.
कर्ता । भगवान् । किं ध्यायति । सोक्खं सौख्यम् । किंविशिष्टम् । परं उत्कृष्टं, सर्वात्मप्रदेशाह्लादक-
परमानन्तसुखम् । कस्मिन्प्रस्तावे । यस्मिन्नेव क्षणे भूदो भूतः संजातः । किंविशिष्टः । अक्खातीदो
अक्षातीतः इन्द्रियरहितः । न केवलं स्वयमतीन्द्रियो जातः परेषां च अणक्खो अनक्षः इन्द्रियविषयो न
भवतीत्यर्थः । पुनरपि किंविशिष्टः । सव्वाबाधविजुत्तो प्राकृतलक्षणबलेन बाधाशब्दस्य ह्र्र्र्र्रस्वत्वं सर्वाबाधा-
वियुक्त : । आसमन्ताद्बाधाः पीडा आबाधाः सर्वाश्च ता आबाधाश्च सर्वाबाधास्ताभिर्वियुक्तो रहितः
सर्वाबाधावियुक्त : । पुनश्च किंरूपः । समंतसव्वक्खसोक्खणाणड्ढो समन्ततः सामस्त्येन स्पर्शनादि-
सर्वाक्षसौख्यज्ञानाढयः । समन्ततः सर्वात्मप्रदेशैर्वा स्पर्शनादिसर्वेन्द्रियाणां सम्बन्धित्वेन ये ज्ञानसौख्ये
द्वे ताभ्यामाढयः परिपूर्णः इत्यर्थः । तद्यथा — अयं भगवानेकदेशोद्भवसांसारिकज्ञानसुखकारणभूतानि
सर्वात्मप्रदेशोद्भवस्वाभाविकातीन्द्रियज्ञानसुखविनाशकानि च यानीन्द्रियाणि निश्चयरत्नत्रयात्मक कारण-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૬૫