Pravachansar (Gujarati). Gatha: 200.

< Previous Page   Next Page >


Page 367 of 513
PDF/HTML Page 398 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૬૭
प्रपञ्चेन तेषां शुद्धात्मतत्त्वप्रवृत्तानां सिद्धानां तस्य शुद्धात्मतत्त्वप्रवृत्तिरूपस्य मोक्षमार्गस्य
च प्रत्यस्तमितभाव्यभावकविभागत्वेन नोआगमभावनमस्कारोऽस्तु अवधारितो मोक्षमार्गः,
कृत्यमनुष्ठीयते ।।१९९।।

अथोपसम्पद्ये साम्यमिति पूर्वप्रतिज्ञां निर्वहन् मोक्षमार्गभूतां स्वयमपि शुद्धात्म- प्रवृत्तिमासूत्रयति

तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण
परिवज्जामि ममत्तिं उवट्ठिदो णिम्ममत्तम्हि ।।२००।।
तस्मात्तथा ज्ञात्वात्मानं ज्ञायकं स्वभावेन
परिवर्जयामि ममतामुपस्थितो निर्ममत्वे ।।२००।।
जाताः मग्गं समुट्ठिदा निजपरमात्मतत्त्वानुभूतिलक्षणमार्गं मोक्षमार्गं समुत्थिता आश्रिताः केन एवं पूर्वं
बहुधा व्याख्यातक्रमेण न केवलं जिना जिनेन्द्रा अनेन मार्गेण सिद्धा जाताः, समणा सुखदुःखादि-
समताभावनापरिणतात्मतत्त्वलक्षणाः शेषा अचरमदेहश्रमणाश्च अचरमदेहानां कथं सिद्धत्वमिति चेत्
‘‘तवसिद्धे णयसिद्धे संजमसिद्धे चरित्तसिद्धे य णाणम्मि दंसणम्मि य सिद्धे सिरसा णमंसामि ।।’’’’’’
इति गाथाकथितक्रमेणैकदेशेन णमोत्थु तेसिं नमोऽस्तु तेभ्यः अनन्तज्ञानादिसिद्धगुणस्मरणरूपो
भावनमस्कारोऽस्तु, तस्स य णिव्वाणमग्गस्स तस्मै निर्विकारस्वसंवित्तिलक्षणनिश्चयरत्नत्रयात्मक -
થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી.
વિસ્તારથી બસ થાઓ. તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને તથા તે શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ
મોક્ષમાર્ગને, જેમાંથી *ભાવ્ય અને ભાવકનો વિભાગ અસ્ત થઈ ગયો છે એવો
નોઆગમભાવનમસ્કાર હો. મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે (અર્થાત્
મોક્ષમાર્ગ નક્કી કર્યો છે અને તે મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરી રહ્યા છીએ). ૧૯૯.

હવે, ‘સામ્યને પ્રાપ્ત કરું છું’ એવી (પાંચમી ગાથામાં કરેલી) પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહણ કરતા થકા (આચાર્યભગવાન) પોતે પણ મોક્ષમાર્ગભૂત શુદ્ધાત્મપ્રવૃત્તિ કરે છેઃ

એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છું હું મમત્વને.૨૦૦.

અન્વયાર્થઃ[तस्मात्] તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) [तथा] એ રીતે [आत्मानं] આત્માને [स्वभावेन ज्ञायकं] સ્વભાવથી જ્ઞાયક [ज्ञात्वा] જાણીને [निर्ममत्वे उपस्थितः] હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો [ममतां परिवर्जयामि] મમતાનો પરિત્યાગ કરું છું. *ભાવ્ય અને ભાવકના અર્થ માટે ૮મા પાનાનું પદટિપ્પણ જુઓ.