यथा ममात्मना दुःखमोक्षार्थिना, ‘किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं । अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसणणाणपहाणासमं समासेज्ज । उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।।’ इति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधूनां प्रणति- वन्दनात्मकनमस्कारपुरःसरं विशुद्धदर्शनज्ञानप्रधानं साम्यनाम श्रामण्यमवान्तरग्रन्थसन्दर्भोभय- सम्भावितसौस्थित्यं स्वयं प्रतिपन्नं, परेषामात्मापि यदि दुःखमोक्षार्थी तथा तत्प्रतिपद्यताम् । यथानुभूतस्य तत्प्रतिपत्तिवर्त्मनः प्रणेतारो वयमिमे तिष्ठाम इति ।।२०१।। कषायान्ता एकदेशजिना उच्यन्ते, शेषाश्चानागारकेवलिनो जिनवरा भण्यन्ते, तीर्थंकरपरमदेवाश्च जिनवरवृषभा इति, तान् जिनवरवृषभान् । न केवलं तान् प्रणम्य, पुणो पुणो समणे चिच्चमत्कारमात्र- निजात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयाचरणप्रतिपादनसाधकत्वोद्यतान् श्रमणशब्दवाच्याना- चार्योपाध्यायसाधूंश्च पुनः पुनः प्रणम्येति । किंच पूर्वं ग्रन्थप्रारम्भकाले साम्यमाश्रयामीति
અન્વયાર્થઃ — [यदि दुःखपरिमोक्षम् इच्छति] જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, [एवं] પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) [पुनः पुनः] ફરી ફરીને [सिद्धान्] સિદ્ધોને, [जिनवरवृषभान्] જિનવરવૃષભોને (-અર્હંતોને) તથા [श्रमणान्] શ્રમણોને [प्रणम्य] પ્રણમીને, [श्रामण्यं प्रतिपद्यताम्] (જીવ) શ્રામણ્યને અંગીકાર કરો.
ટીકાઃ — દુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે ‘*किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं । अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसण- णाणपहाणासमं समासेज्ज । उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।।’ એમ અર્હંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા સાધુઓને ૧પ્રણામ -વંદનાત્મક નમસ્કારપૂર્વક ૨વિશુદ્ધદર્શનજ્ઞાન- પ્રધાન સામ્ય નામના શ્રામણ્યને — કે જેનું આ ગ્રંથની અંદર આવી ગયેલા (જ્ઞાનતત્ત્વ - પ્રજ્ઞાપન અને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના) બે અધિકારોની રચના વડે ૩સુસ્થિતપણું થયું છે તેને — પોતે અંગીકાર કર્યું, તે રીતે બીજાનો આત્મા પણ, જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો, તેને અંગીકાર કરો. તેને (શ્રામણ્યને) અંગીકાર કરવાનો જે ૪યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા. ૨૦૧. *આ, જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ચોથી ને પાંચમી ગાથાઓ છે. અર્થ માટે છટ્ઠું પાનું જુઓ. ૧. નમસ્કાર પ્રણામ -વંદનમય છે. [વિશેષ માટે ત્રીજા પાનાનું પદટિપ્પણ જુઓ.] ૨. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું. [સામ્ય નામના શ્રામણ્યમાં
વિશુદ્ધ દર્શન અને જ્ઞાન પ્રધાન છે.] ૩. સુસ્થિતપણું = સારી સ્થિતિ; આબાદી; દ્રઢપણું. ૪. યથાનુભૂત = જેવો (અમે) અનુભવ્યો છે તેવો