હવે શ્રમણ થવા ઇચ્છનાર પહેલાં શું શું કરે છે તે ઉપદેશે છેઃ —
બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી -પુત્ર -વડીલોથી છૂટી,
દ્રગ -જ્ઞાન -તપ -ચારિત્ર -વીર્યાચાર અંગીકૃત કરી,૨૦૨.
અન્વયાર્થઃ — (શ્રામણ્યાર્થી) [बन्धुवर्गम् आपृच्छय] બંધુવર્ગની વિદાય લઈને,
[गुरुकलत्रपुत्रैः विमोचितः] વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો,
[ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् आसाद्य] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને
વીર્યાચારને અંગીકાર કરીને...
ટીકાઃ — જે શ્રમણ થવા ઇચ્છે છે, તે પહેલાં જ બંધુવર્ગની (સગાંસંબંધીની)
વિદાય લે છે, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર,
ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ પ્રમાણેઃ —
આ રીતે બંધુવર્ગની વિદાય લે છેઃ અહો આ પુરુષના શરીરના બંધુવર્ગમાં વર્તતા
આત્માઓ ! આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી
अथ श्रमणो भवितुमिच्छन् पूर्वं किं किं करोतीत्युपदिशति —
आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलत्तपुत्तेहिं ।
आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ।।२०२।।
आपृच्छय बन्धुवर्गं विमोचितो गुरुकलत्रपुत्रैः ।
आसाद्य ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् ।।२०२।।
यो हि नाम श्रमणो भवितुमिच्छति स पूर्वमेव बन्धुवर्गमापृच्छते, गुरुकलत्रपुत्रेभ्य
आत्मानं विमोचयति, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति । तथाहि — एवं बन्धुवर्ग-
मापृच्छते, अहो इदंजनशरीरबन्धुवर्गवर्तिन आत्मानः, अस्य जनस्य आत्मा न किञ्चनापि
युष्माकं भवतीति निश्चयेन यूयं जानीत; तत आपृष्टा यूयं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः
शिवकुमारमहाराजनामा प्रतिज्ञां करोतीति भणितम्, इदानीं तु ममात्मना चारित्रं प्रतिपन्नमिति
पूर्वापरविरोधः । परिहारमाह – ग्रन्थप्रारम्भात्पूर्वमेव दीक्षा गृहीता तिष्ठति, परं किंतु ग्रन्थकरणव्याजेन
क्वाप्यात्मानं भावनापरिणतं दर्शयति, क्वापि शिवकुमारमहाराजं, क्वाप्यन्यं भव्यजीवं वा । तेन
कारणेनात्र ग्रन्थे पुरुषनियमो नास्ति, कालनियमो नास्तीत्यभिप्रायः ।।२०१।। अथ श्रमणो
भवितुमिच्छन्पूर्वं क्षमितव्यं करोति — ‘उवठ्ठिदो होदि सो समणो’ इत्यग्रे षष्ठगाथायां यद्वयाख्यानं तिष्ठति
तन्मनसि धृत्वा पूर्वं किं कृत्वा श्रमणो भविष्यतीति व्याख्याति — आपिच्छ आपृच्छय पृष्टवा । कम् ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૭૫