सर्वसावद्ययोगप्रत्याख्यानलक्षणैकमहाव्रतव्यक्तिवशेन हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहविरत्या- त्मकं पञ्चतयं व्रतं, तत्परिकरश्च पञ्चतयी समितिः पञ्चतय इन्द्रियरोधो लोचः षट्तयमा- वश्यकमचेलक्यमस्नानं क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तश्चैवं एते निर्विकल्प- गाथासप्तकं गतम् । अथ निर्विकल्पसामायिकसंयमे यदा च्युतो भवति तदा सविकल्पं छेदोपस्थापन- चारित्रमारोहतीति प्रतिपादयति — वदसमिदिंदियरोधो व्रतानि च समितयश्चेन्द्रियरोधश्च व्रतसमितीन्द्रय- रोधः । लोचावस्सयं लोचश्चावश्यकानि च लोचावश्यकं, ‘‘समाहारस्यैकवचनम्’’ । अचेलमण्हाणं खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च अचेलकास्नानक्षितिशयनादन्तधावनस्थितिभोजनैकभक्तानि । एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता एते खलु स्फु टं अष्टाविंशतिमूलगुणाः श्रमणानां जिनवरैः प्रज्ञप्ताः । तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि तेषु मूलगुणेषु यदा प्रमत्तः च्युतो भवति । सः कः । श्रमणस्तपोधनस्तदाकाले छेदोपस्थापको भवति । छेदे व्रतखण्डने सति पुनरप्युपस्थापकश्छेदोपस्थापक इति । तथाहि — निश्चयेन मूलमात्मा, तस्य केवलज्ञानाद्यनन्तगुणा मूलगुणास्ते च निर्विकल्पसमाधिरूपेण
અન્વયાર્થઃ — [व्रतसमितीन्द्रियरोधः] વ્રત, સમિતિ, ઇન્દ્રિયરોધ, [लोचावश्यकम्] લોચ, આવશ્યક, [अचेलम्] અચેલપણું [अस्नानं] અસ્નાન, [क्षितिशयनम्] ક્ષિતિશયન, [अदन्तधावनं] અદંતધાવન, [स्थितिभोजनम्] ઊભાં ઊભાં ભોજન [च] અને [एकभक्तं] એક વખત આહાર — [एते] આ [खलु] ખરેખર [श्रमणानां मूलगुणाः] શ્રમણોના મૂળગુણો [जिनवरैः प्रज्ञप्ताः] જિનવરોએ કહ્યા છે; [तेषु] તેમાં [प्रमत्तः] પ્રમત્ત થયો થકો [श्रमणः] શ્રમણ [छेदोपस्थापकः भवति] છેદોપસ્થાપક થાય છે.
ટીકાઃ — સર્વ સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતની વ્યક્તિઓ (વિશેષો, પ્રગટતાઓ) હોવાને લીધે, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિસ્વરૂપ પાંચ પ્રકારનાં વ્રત તથા તેના ૧પરિકરભૂત પાંચ પ્રકારની સમિતિ, પાંચ પ્રકારનો ઇન્દ્રિયરોધ, લોચ, છ પ્રકારનાં આવશ્યક, ૨અચેલકપણું, અસ્નાન, ૩ક્ષિતિશયન, ૪અદંતધાવન, ઊભાં ૧. પરિકર = અનુસરનારો સમુદાય; અનુચરસમૂહ. [સમિતિ, ઇંદ્રિયરોધ વગેરે ગુણો પાંચ વ્રતોની પાછળ
પાછળ હોય જ છે તેથી સમિતિ વગેરે ગુણો પાંચ વ્રતોનો પરિકર અર્થાત્ અનુચરસમૂહ છે.] ૨. અચેલકપણું = વસ્ત્રરહિતપણું; દિગંબરપણું. ૩. ક્ષિતિશયન = ભૂમિશયન, પૃથ્વી પર સૂવું. ૪. અદંતધાવન = દાંત સાફ ન કરવા તે; દાતણ ન કરવું તે.