चारित्रं खलु धर्मो धर्मो यस्तत्साम्यमिति निर्दिष्टम् ।
मोहक्षोभविहीनः परिणाम आत्मनो हि साम्यम् ।।७।।
स्वरूपे चरणं चारित्रं, स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः, शुद्ध-
चैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्र –
मोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ।।७।।
वस्थानं तल्लक्षणनिश्चयचारित्राज्जीवस्य समुत्पद्यते । किम् । पराधीनेन्द्रियजनितज्ञानसुखविलक्षणं,
स्वाधीनातीन्द्रियरूपपरमज्ञानसुखलक्षणं निर्वाणम् । सरागचारित्रात्पुनर्देवासुरमनुष्यराजविभूतिजनको
मुख्यवृत्त्या विशिष्टपुण्यबन्धो भवति, परम्परया निर्वाणं चेति । असुरेषु मध्ये सम्यग्दृष्टिः कथमुत्पद्यते
इति चेत् – निदानबन्धेन सम्यक्त्वविराधनां कृत्वा तत्रोत्पद्यत इति ज्ञातव्यम् । अत्र निश्चयेन
वीतरागचारित्रमुपादेयं सरागं हेयमिति भावार्थः ।।६।। अथ निश्चयचारित्रस्य पर्यायनामानि
कथयामीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रमिंद निरूपयति, एवमग्रेऽपि विवक्षितसूत्रार्थं मनसि
धृत्वाथवास्य सूत्रस्याग्रे सूत्रमिदमुचितं भवत्येवं निश्चित्य सूत्रमिदं प्रतिपादयतीति पातनिकालक्षणं
यथासंभवं सर्वत्र ज्ञातव्यम् --चारित्तं चारित्रं कर्तृ खलु धम्मो खलु स्फु टं धर्मो भवति । धम्मो जो सो समो
त्ति णिद्दिट्ठो धर्मो यः स तु शम इति निर्दिष्टः । समो यस्तु शमः सः मोहक्खोहविहीणो परिणामो अप्पणो
અન્વયાર્થઃ — [चारित्रं] ચારિત્ર [खलु] ખરેખર [धर्मः] ધર્મ છે. [यः धर्मः] જે
ધર્મ છે [तत् साम्यम्] તે સામ્ય છે [इति निर्दिष्टम्] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [साम्यं हि]
સામ્ય [मोहक्षोभविहीनः] મોહક્ષોભરહિત એવો [आत्मनः परिणामः] આત્માનો પરિણામ
(ભાવ) છે.
ટીકાઃ — સ્વરૂપમાં ચરવું (-રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ (અર્થાત્
પોતાના સ્વભાવમાં પ્રવર્તવું) એવો તેનો અર્થ છે. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ
છે; શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. તે જ યથાવસ્થિત આત્મગુણ હોવાથી
(અર્થાત્ વિષમતા વિનાનો – સુસ્થિત – આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે. અને સામ્ય,
દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન થતા સમસ્ત મોહ અને ક્ષોભના
અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.
ભાવાર્થઃ — શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વથી વિરુદ્ધ ભાવ (અર્થાત્
મિથ્યાત્વ) તે મોહ, અને નિર્વિકાર નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ ચારિત્રથી વિરુદ્ધ ભાવ
(અર્થાત્ અસ્થિરતા) તે ક્ષોભ. મોહ અને ક્ષોભ રહિત પરિણામ, સામ્ય, ધર્મ અને
ચારિત્ર એ બધાં એકાર્થવાચક છે. ૭.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૧